ક્યારેક આવું પણ થાય

જીવનની આ ક્ષણોમાં ,

જીંદગીની આ તકમાં,

ક્યારેક આવું થાય

મન-ગમતી વાત દૂર થઈ જાય,

ત્યારે તો લાગે સાવ જીવન નકામું,

મન-ગમતી વાત દૂર થઈ જાય,

ના-ગમતી વાત નજીક આવી જાય,

ત્યારે ક્યારેક લાગે તે ખૂબ અગત્યનું,

વાતની કોઈ અસર ના થાય,

વિચારની કઈ મહત્વતા ના દેખાય,

સંબંધો નજરે સરતા જાય,

વાત વાતોમાં ખોવાતી જાય,

વિચારોની વાચા ભૂલાતી જાય,

વ્યક્તિ જાણે એકલતામાં જીવતો જાય,

ક્યારેક આવું થાય

પણ તોય જીવનમાં,

હાર-જીત તો આવતી જાય,

જીવન ભલે ભૂલાતું જાય,

હસતાં -હસતાં જીવનની શીખ આપી જાય,

ક્યારેક આવું થાય.

 

 

 

 

 

 

 

Loading...