Abtak Media Google News

શિખામણો ભૂલી મન માની કરી લઉં છું,

ક્યારેક હું પણ બાળક બની જાઉં છું

જીવનને પણ હું રમત સમજી જીવી જાઉં છું,

ક્યારેક હું પણ બાળક બની જાઉં છું

ખોટું હોવા છતાં સાચું માની લઉં છું

ક્યારેક હું પણ બાળક બની જાઉં છું

મમમી ને માં,પપ્પા ને પા,

કહી બોલાવી લઉં છું,

ક્યારેક હું પણ બાળક બની જાઉં છું

જૂની વાર્તાઓ ફરી સાંભળી પોઢી જાઉં છું,

ક્યારેક હું પણ બાળક બની જાઉં છું

જવાબદારીઓ છોડી ક્યારેક,

સ્વતંત્ર બની ઊડી લઉં છું,

ક્યારેક હું પણ બાળક બની જાઉં છું

ઉમરના આકડાને ભૂલી જાઉં છું,

ક્યારેક હું પણ બાળક બની જાઉં છું

કાર્ટૂનની ચેનલો ફરી નિરાતે માણું છું,

ક્યારેક હું પણ બાળક બની જાઉં છું.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.