Abtak Media Google News

ટ્રેડિશનલ ઉપરાંત વેસ્ટર્ન આઉટફિટ પર પણ પહેરી શકાય છે આ જ્વેલરી

Wholesale Mytys New Fashion Cuff Braceletઅમુક જ્વેલરી તમે ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરી શકો અથવા તો વેસ્ટર્ન આઉટફિટ પર. બહુ ઓછી જ્વેલરી હોય છે જે તમે બન્ને ડ્રેસ પર પહેરી શકો છો. આજે આપણે એવી જ એક જ્વેલરી વિશે જાણીએ. એ જ્વેલરી છે પામ બ્રેસલેટ. કોઈને સવાલ થઈ શકે કે આ પામ બ્રેસલેટ એટલે શું? પામ બ્રેસલેટને તમે એવી રીતે સમજી શકો છો કે પામ એટલે તો હથેળી એટલે હથેળી પર પહેરવાનું બ્રેસલેટ. પોતાનાં કે ખૂબ નજીકનાં લગ્ન હોય તો તમે હાથ-ફૂલ પહેરી શકો, પણ દૂરનાં લગ્ન હોય અથવા હાથ-ફૂલ ન પહેરવાં હોય તો પછી તમે પોતાના હાથને કઈ રીતે સજાવશો? બીજું, આપણે હંમેશાં એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે દરેક પ્રસંગમાં હું સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બનું. તો તમે પામ બ્રેસલેટને તમારી જ્વેલરીમાં ઉમેરી શકો છો અને પ્રસંગમાં સેન્ટર ઑફ ઍટ્રૅક્શન બની શકો છો. પામ બ્રેસલેટ તમારા હાથને બહુ હેવી લુક નથી આપતું, પણ તમારા હાથને બધા કરતાં અલગ જરૂર પાડે છે.

પામ બ્રેસલેટ

Mytys Palm Cuff Jewelry Fashion Handlet Sets Palm Bracelet Cuff Bangle 18K White Gold Plated R982‘પામ બ્રેસલેટ ટૂ-ઇન-વન છે. એ તમને જેટલો સારો લુક ગાઉન, વનપીસ, સ્કર્ટ, પલાઝો પર આપે છે એટલો જ સાડી, ડ્રેસિસ પર પણ સ્માર્ટ લુક આપે છે. આને તમે ફ્યુઝન જ્વેલરી પણ કહી શકો છો.’

પામ બ્રેસલેટ તમને મેટલમાં જોવા મળશે જેમાં ગોલ્ડ મેટલ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. એ સિવાય તમને સિલ્વર અને ક્રિસ્ટલમાં પણ જોવા મળે છે. પામ બ્રેસલેટમાં વિવિધ રંગના સ્ટોનવાળા પામ બ્રેસલેટ પણ જોવા મળે છે.

B8C47B3D24A62F965A22Fc5876475Df8

ડિઝાઇન

Sweet Inspiration Hand Bracelets Best 25 Bracelet Ideas On Pinterest Jewelry Tags Sterling Silver Wedding Palm Bijou Set Cz Ring Custom 1પામ બ્રેસલેટની પૅટર્નની વાત કરીએ તો એવી ડિઝાઇન વધારે ચાલે છે જે તમારી આખી હથેળીને કવર કરે છે. એ સિવાય પામ બ્રેસલેટમાં એવી પૅટર્ન પણ છે જે તમારી હથેળીને માત્ર બે બાજુથી કવર કરે છે. બીજાં પામ બ્રેસલેટ એવાં પણ છે જેમાં રિન્ગ પણ હોય છે. એમાં એક આંગળીથી લઈને ત્રણ આંગળીનાં પણ હોય છે. પામ બ્રેસલેટની ડિઝાઇન પણ એના જેવી જ સ્માર્ટ છે. તમને આમાં લીફ, ફ્લાવર, સ્ટાર, ફેધર, બટરફ્લાયની ડિઝાઇન, સાપ જેવી ડિઝાઇન્સ જોવા મળે છે.

67D6E09Cf13F8A28A86E910Cdccae67C બીજી લીફની ડિઝાઇનમાં એક સાથે તમને ઘણાંબધાં લીફ જોવા મળે છે. આમાં તમને ડાયમન્ડવાળાં પામ બ્રેસલેટ પણ મળે છે. ઍન્ટિક લુક જોઈતો હોય તો પામ બ્રેસલેટમાં ઍન્ટિક લુક આપતાં પામ બ્રેસલેટ પણ પહેરી શકે છો. આ બધી એજના લોકો પહેરી શકે છે એમ જણાવતાં બેલા મેસવાણી કહે છે, ‘આ યંગસ્ટરથી લઈને મિડલ-એજ સુધીના લોકો પહેરી શકે છે. એ ફ્રી સાઇઝનાં હોય છે, જેને તમે તમારી હથેળીના હિસાબે ઍડ્જસ્ટ કરી શકો છો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.