Abtak Media Google News

આહા….આજે શું મસ્ત  સ્વાદિષ્ટ ભોજન લીધુ અને પછી ભરપેટ ભોજનની સાબિતી આપતા હોય તેમ મોઢામાંથી અચાનક હવા અને અવાજ બહાર નીકળે છે એવું એક-બે વાર નહિં પરંતુ વારંવાર થવાથી કદાચ લોકો વચ્ચે તમને પણ શરમ આવતી હશે કેમ ખરું ને….? જીદા આ વારંવાર આવતા ઓડકારની સમસ્યાને દૂર કરવાના કેટલાંક ઘરગથ્થુ ઉપચાર છે તો આવો જોઇએ તેના વિશે…..

-આદુ :

1 20આદુ એ ખૂબ જ સારું એન્ટિઓક્સિડેન્ટ હોવાની સાથે-સાથે એક સારુ એન્ટીવાયોટિક પણ છે.કેટલીક વાર ઓડકાર આવવાનું મુખ્ય કારણ પેટમાં સોજો આવેલો હોય છે. જેના માટે એક કપ ગરમ પાણીમાં આદુનો એક ટુકડો દસ મિનિટ સુધી રાખી, પછી તેમાં મધ ઉમેરી દિવસમાં તેનું ૨-૩ વાર સેવન કરવાથી ઓડકાર આવવાની પરેશાનીથી મુક્તિ મળે છે.

– લીંબુનો રસ :

2 13

એક ગ્લાસમાં લીંબુનો રસ તથા બેકિંગ સોડા અને પાણીને મિક્સ કરી. તેનું સેવન કરવાથી ઓડકારનાં પ્રશ્નમાં તરત જ રાહત મળે છે.

– એલચી :

3 14

પેટમાં ગેસ હોય ત્યારે તેનાથી નીજાદ મેળવવા એલચી ખાવી હિતકારી સાબિત થાય છે.

– વળીયારી :

4 9

પેટને લગતી સમસ્યામાં વળીયારી એ અક્સિર ઇલાજ છે. જેને ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. અને વળીયારી અને ગુલાબજળનો રસ સાથે પીવાથી ઓડકાર અને એડકી બંનેની સમસ્યામાં તરત જ રાહત મળે છે.

– લવિંગ :

5 7

લવિંગનો ઉપયોગ પણ ઓડકાર માટે ઉપચારાત્મક છે.જો તમને વારંવાર ઓડકાર આવ્યા રાખે છે તો મોઢામાં એક લવિંગ રાખી તેને ચુંસવુ જોઇએ જેનાથી એ સમસ્યા દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.