Abtak Media Google News

આદુ : 

1 17
આદુનો  રસ પણ ત્વચા માટે લાભદાયક  છે. તેમ જ રોજ સવારે ખાલી પેટ આદુનો ટુકડો ચુસવાથી ત્વચા  આકર્ષક અને તાજગીસભર બને  છે.આદુના સેવનથી  ત્વચા લાંબા સમય સુધી યુવા રહે છે.

ટમેટા : 

2 9
ટમેટાનો  સલાડ તરીકે સમાવેશ  કરવા ઉપરાંત એના  પલ્પને  ચહેરા પર લગાવવાથી નાક પરના બ્લેક હેડ્સ દૂર થાય છે. ટમેટામાં  વિટામીન  એ અને સી પૂરતા  પ્રમાણમાં હોય  છે,  જે ત્વચાને  સ્વસ્થ  અને ચમકીલી રાખે છે.

લસણ  :

3 10
લસણમાં રહેલા  એન્ટી  ઓક્સિટન્ડથી  ત્વચા સુંદર  બને છે. લસણ આયુષ્યમાં  વધારો  થવાની સાથે આંતરિક ત્વચા પણ સ્વસ્થ રહે  છે.

આમળા  :  

4 6
આમળાના રસને ચહેરા પર લગાવી સુંદરતામાં વધારો કરી શકો છો. તેમ જ ત્વચા પરની કરચલી પણ  દૂર થાય છે. આમળાના રસના સેવનથી  ત્વચા પણ સ્વસ્થ બને  છે.આમળાના  સેવનથી  હેર અને  સ્ક્રિન બંને સુંદર બને છે.

કારેલા : 

5 4
કારેલાના સેવનથી  પણ  રક્ત  શુદ્ધ થાય છે. કારેલાના નિયમિત સેવનથી કબજીયાત કે અન્ય પેટ સંબંધીત સમસ્યામાં  રાહત  મળે  છે.  અને ત્વચા પણ સુંદર અને તેજ બને છે.

મેથી :

6 3
મેથીના સેવનથી પેટ સ્વસ્થ રહે છે. આથી ત્વચા કાંતિમય અને નિખરેલી  લાગે છે. સુકા મેથીના દાણા અને લીલી  મેથીની ભાજી બંને  સ્વસ્થ  ત્વચા  માટે લાભકારક  છે. સુકા મેથીના દાણા રાત્રે પલાળીને  સવારે એનું  સેવન કરવાથી પેટ સંબંધીત  અનેક બીમારીમાં રાહત મળે  છે, મેથીના ભાજીને  પીસીને માથામાં  લેપ કરવાથી વાળ ચમકદાર અને મજબૂત  બને  છે. મેથીના સેવનથી  ખીલ અને ફોડલીઓ થવાની  સંભાવના  પણ ઓછી રહે  છે.

મૂળો : 

7 2
મૂળાનું  શાક અથવા  મૂળાનો  રસ નિયમિત  પીવાથી લોહી શુદ્ધ થાય છે. અને ચહેરા પર ખીલ  થવા અટકે  છે. મૂળાના  ટુકડાને ખીલ  અથવા  ડાઘ પર ઘસવાથી એ પણ દૂર થાય છે, મૂળાના રસને  કેશકલ્પમાં  લગાવવાથી  જુની સમસ્યામાં પણ રાહત મળે  છે.

દ્રાક્ષ  : 

8 1
દ્રાક્ષના સેવનથી સૂર્ય પ્રકાશના કિરણોને  લીધે  ડેમેજ થયેલી ત્વચામાં સુધારો થાય છે. ઉપરાંત દ્રાક્ષ પણ એન્ટિ એજીંગનું કામ કરે  છે.વિટામીન સી થી ભરપૂર દ્રાક્ષના સેવનથી  ત્વચા, વાળ  અને આંખ સુંદર  બને  છે.

લીંબુ : 

9 1
લીંબુના  સેવનથી વિટામીન સીની પૂરતી  થાય  છે. અને ત્વચા  સ્વસ્થ  બને  છે.  લીંબુનો  નિયમિત  રીતે ભોજનમાં  સમાવેશ  કરો. લીંબુના રસને ચહેરા પર  લગાવવાથી પણ ચહેરા પરની કાળાશ અથવા  કાળા ધબ્બા દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.