Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી, ગુજાર અંગેની અસામાજીક પ્રવૃત્તિ ડામી દેવાની ઝુંબેશના ભાગ‚પે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.શાખાના પોલીસ ઈન્સ. કે.એ.વાળાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એસ.બી. સોલંકી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. રણજીતસિંહ કરશનજી તથા ઘનશ્યામભાઈ શામજીભાઈ તથા હે.કો. દાજીરાજસિંહ ડાયાભાઈ તથા મહિપતસિંહ હેમતસિંહ પો.કો. મહિપાલસિંહ સહદેવસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા હરદેવસિંહ જીલુભા તથા વુ.પો.કોન્સ. સંગીતાબા રાણા તથા પ્રિયંકાબેન પરમાર વિગેરે સ્ટાફ સાથે મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. મહિપાલસિંહ તથા પો.કોન્સ. હરદેવસિંહને મળેલ બાતમી હકિકત આધારે મુળી ભારાજીપામાં રહેતો મુળરાજસિંહ અનિ‚ધ્ધસિંહ પરમાર પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઈગ્લીશ દારૂની રોયલ સ્યગ તથા પાર્ટી સ્પેશ્યલ તથા એન.વી.ડ્રાય જીન કંપનીની શીલ એક નાની મોટી કુલ બોટલો નંગ ૧૫૪ કુલ કિ રૂ. ૩૩૭૦૦ના મુદામાલના મુદામાલ સાથે પકડાઈ ગયેલ હોય મજકુર વિ‚ધ્ધ મુળી પો.સ્ટે.માં ધોરણસર થવા ગુન્હો નોંધાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.