શહેરનાં રાજમાર્ગો પર સોડિયમ હાઈપોક્લોરાઈડનો છંટકાવ

65

કોરોના વાયરસની મહામારી સામે લડવા જામનગર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જામનગરના સુભાષ માર્કેટ, એસટી બસ સ્ટેન્ડ, જી.જી. હોસ્પિટલ, લાલ બંગલો સર્કલ અને રેલવે સ્ટેશન ખાતે જંતુનાશક દ્રાવણ(ડિસઈન્ફેકશન)નો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં જી.એસ.એફ.સી દ્વારા તંત્રને ભેટ અપાયેલ ૧૦,૦૦૦ લીટર સોડિયમ હાઈપોકલોરાઈડના દ્વાવણને જાહેર જનતાના ઉપયોગમાં લેવાતા સ્થળો પર છાંટી તેને જંતુમુક્ત કરવાની કામગીરી કરાઇ હતી. આ સમગ્ર કામગીરી કલેકટર રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલના માર્ગદર્શન હેઠળ ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ અને મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Loading...