Abtak Media Google News

સોડા યુક્ત પીણામાં ખાંડ, સ્વીટનર, ડાય, કેમિકલ્સ અને કૈફીન ઓગાળીને તેમને વધુ સ્વાદવાળુ અને આકર્ષક બનાવવામાં આવે છે. આ સોડા ડ્રિંકમાં ભેળવેલી એક્સ્ટ્રા શુગર,કૈફીન અને કલર અનેક રીતે તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. સોડા ડ્રિંક મતલબ પાણીમાં ઘોળેલુ કાર્બનડાયોક્સાઈડવાળુ કાર્બોનેટેડ પીણુ. કાર્બોનેટેડ વોટરને સોડા વોટર પણ કહેવાય છે. એક્સ્ટ્રા શુગર એકબાજુ જાડાપણું અને ડાયાબીટિઝની સમસ્યા આપી રહ્યુ છે તો બીજી બાજુ ડ્રિંકમાં ભેળવેલુ કૈફીન હ્રદયને કમજોર કરે છે. તેમા ઈમ્યુન સિસ્ટમ કમજોર થાય છે અને અનેક પ્રકારની દિલની બીમારીઓ પણ થવા માંડે છે.

7537D2F3

સોડા પીવાથી થતાં ગેરફાયદા :

  • નિયમિત રૂપે એસ્પાર્ટે મકેનકલી સ્વીટનર વાળા મીઠા સોડ પીવાથી વયસ્કોમાં ડિપ્રેશનનું સંકટ 36% ટકા સુધી વધી શકે છે.
  •  તમે જ્યારે સોડાં  પીવો છો તે તમારા શરીરના બર્ન કરતા વધારે કેલરીનો વપરાશ કરો છો ત્યારે વજનમાં વધારો થાય છે.
  • દરરોજ પીવામાં આવતા દરેક સોડા પુરુષોમાં હૃદય રોગના જોખમને 20% વધારે છે.
  • સોડા દરેક ડાયાબિટીસ જેવી બીમારી કરવી શકે છે,કારણ તેમાં ૨૫ % ડિયાબિટીસ-B નો પ્રકાર થવાની સંભાવના છે,   શરીરમાં વધારે છે અને મીઠા અને ઠંડા પદાર્થો આરોગ્ય પર કરશે સીધી અસર.
  • સોડામાં રહેલાં ફોસ્ફેટ અને ફોસ્ફોરિક એસિડથી વૃદ્ધાવસ્થા જલ્દી આવે છે.
  • સોડા પીવાથી વેસ્ક્યુલર સમસ્યાઓ શરીરમાં ઊભી થાય છે.
  • સોડા પીવાથી બાળકોમાં જાડાપણું વધતાં જોવા મળે છે. 
  • દરરોજ એક કરતા વધારે સોડા પીવાથી હૃદયરોગ અને મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધે છે.  
  • પશ્ચિમી દેશોમાં એવા બાળકો જે અઠવાડિયામાં 5 કે તેનાથી વધુ સોડા કૈન પી જાય છે તે ઓ અન્ય બાળકો કરતા વધુ હિંસક હોય છે.
  • સોડામાં રહેલા શુગર અને એસિડ કંટેટ આપણા દાંતોની ઈનેમલ લેયરને નુકશાન પહોંચાડે છે.
  • જે લોકો વધુ સોડા પીવે છે, તે દૂધ ઓછુ પી શકે છે. જેનાથી તેમના શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થવા માંડે છે. જેનાથી ઑસ્ટિયોપોરોસિસનું સંકટ વધી જાય છે.
  • સોડા પીવાની ટેવ તમારી કિડનીમાં પથરીની આશંકાને 33% ટકા સુધી વધારી શકે છે.
  • સોડામાં કારમેલ કલર વેસ્ક્યુલર મુદ્દાઓ સાથે જોડાયેલ છે. 
  • રસાયણ યુક્ત મીઠા સોડા વાળા પીણાથી થયેલ અન્ય બીમારી ઓને કારણે દર વર્ષે લાખો લોકો દુનિયાભરમાં મોતનો શિકાર થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.