Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ઈન્સ્ટાગ્રામ થકી થતી આવક કરોડોમાં

બ્રિટેનની સોશયલ મીડિયા મેનેજમેન્ટ કંપની હુપર એચક્યૂએ બુધવારે ૨૦૧૯ ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટની જાહેરાત કરી હતી. જેમાં બે ભારતીય સેલેબ્રિટિઝને પણ સન મળ્યું છે. જેમાં બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં ટોપ પર કાઈલી જેનર છે. તેમને સૌથી વધારે અમીર હસ્તી માનવામાં આવી છે. કાઈલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે ૮.૭૩ કરોડ રૂપિયાનો ચાર્જ લે છે. કાઈલી રિયાલિટી ટીવી સ્ટાર કિમ, કોલ અને કર્ટની કાર્દશિયનની પિતરાઈ બહેન છે. તેમનું નામ આ વર્ષે ફોર્બ્સના લિસ્ટમાં અત્યાર સુધીના યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિનિયર તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

સિનેમા જગતની વાત કરવામાં આવે તો વિદેશની અભિનેત્રી જેવી કે કાયલી જેનર કે જે ૮.૩૩ કરોડ રૂપિયા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી કમાઈ છે. તેવી જ રીતે એરિયાના ગ્રાન્ડ, કિમ કર્દાશિયન, સેલના ગોમેઝ, ટેઈલસર સ્વિફટ તથા સૌથી લોકચહિતા જસ્ટિન બિબર ઈન્સ્ટાગ્રામમાંથી ખુબ જ સારી એવી કમાણી કરે છે. એવી જ રીતે જયારે ખેલાડીઓની વાત કરવામાં આવે તો ફુટબોલમાં ખ્યાતી પ્રાપ્ત કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આશરે ૬.૭૩ કરોડ ‚પિયા ઈન્સ્ટાગ્રામ થકી કમાઈ છે જેમાં નેમાર, મેસ્સી, ડેવિડ બેકહમ, લેબ્રોન જેમ્સ, રોનાલ્ડિન્હો અને ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી પણ બાકાત રહયો નથી એટલે કહી શકાય કે ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડીયામાં ખ્યાતનામ લોકોને કરોડોની કમાણી સોશિયલ મારફતે થતી જોવા મળે છે.

પ્રિયંકાના ૪ કરોડથી વધારે ફોલોઅર્સ છે. બીજા નંબર પર અમેરિકી સિંગર એરિયાના ગ્રેન્ડને રાખવામાં આવ્યા છે. આ યાદીમાં ફુટબોલના સ્ટાર ખેલાડી પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ટીવી સ્ટાર કિમ કાર્દશિયન અને સેલેના ગોમ્ઝનું નામ સામેલ છે. પ્રિયંકા ચોપરા પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે ૧.૮૭ કરોડ રૂપિયા મળે છે. પ્રિયંકાના ૪ કરોડ ૩૦ લાખ ફોલોઅર્સ છે. તેમને આ વર્ષે ઈન્સ્ટાગ્રામના મોસ્ટ ફોલો એકાઉન્ટનો ખિતાબ પણ મળ્યો હતો. વિરાટ કોહલી ૧.૩૫ કરોડ રૂપિયા લે છે. ક્રિકેટર વિરાટ કોહલીને આ વર્ષે એન્ગેજ્ડ એકાઉન્ટ ઓફ ધ યરએવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓ પોતાના એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવા માટે ૧.૩૫ કરોડ રૂપિયાનો ચાર્જ લે છે. વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર વધુ સક્રિય રહે છે અને સતત અપડેટ આપતા રહે છે. સોશયલ મીડિયામાં કોહલીના ૩.૬ કરોડ ફોલોઅર્સ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.