Abtak Media Google News

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ગુજરાતમાં રહેતા પર પ્રાંતના લોકો પોતાવના રાજ્યમાં જવા માગે છે તેમને ઝડપથી યોજનાબદ્ધ રીતે પહોંચાડવા અંગે તમામ કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી છે. તમામ મજૂરોને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે.

અત્યારસુધીમાં 39 ટ્રેનો યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડ સહિતના રાજ્યોમાં દોડાવાઈ છે. આ ટ્રેનો થકી કુલ 46 હજાર શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે પણ બીજી 30 ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાંથી 18 ટ્રેનો યુપી, 7 ટ્રેનો બિહાર, 3 ઓડિશા અને 2 ટ્રેન ઝારખંડ જશે. આ તમામ ટ્રેનો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી રવાના થશે.

આમ અત્યારસુધીમાં રાજ્યમાંથી ટ્રેન અને અન્ય વાહનવ્યવહારથી પોણા ચાર લાખ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ગાંધીનગરથી 6 બસમાં શ્રમિકોને તમામ મેડિકલ સ્ક્રિનિંગ બાદ વતન મોકલવામાં આવ્યા છે.

ભાવનગરમાં 5 અને ગાંધીનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં  અત્યાર સુધીમાં કુલ  6,251 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 368 થયો છે. જ્યારે 1381 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.