Abtak Media Google News

ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કામ કરવામાં આવે ત્યારે મોઢું મીઠું કરવાના રિવાજો છે , આપના લોકોની બોલી જેટલી મીઠી , એટલીજ વાનગીઓ પણ મીઠી છે , એવામાં પણ શિયાળો એવી રૂતુ છે જેમાં સારો ખોરાક ખાવાથી સ્વસ્થ્ય આખું વર્ષ સારું રાખી શકાય છે.

Carrot Halwa1

જો તમને પણ મીઠું ખાવાની આદત હોય તો આ શિયાળામાં ગાજરનો હલવો ખાવોજ જોઈયે .
ગાજરના હલવામાં મુખ્ય રીતે ગાજર મેઇન ઇંગ્રીડીયંટ તરીકે વપરાઇ છે .ગાજર વિટામિન એ , વિટામિન સી , વિટામિન કે , અને ફાઇબરથી ભરપૂર હોય છે , જેનાથી વિઝન વધુ સ્પષ્ઠ બને છે . માટે શિયાળામાં ગાજરનો હલવો ખાવો ખુબજ લાભકારક બની શકે છે .

Images 6

હલવામાં દૂધ ઉમેરવાથી તેમાં કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે , જેમાં કાજુ બદામ ઉમેરવાથી તેમાં પ્રોટીનનો ઉમેરો થશે,ગાજરના હલવામાં રહેલ ઘી અને એક ચમચી માખણ હેલ્થ માટે તકતવાર બને જાય છે.

23E02E5D6E6913191A08B765Bb7Fd6253E49189C

ગાજર રોગ પ્રતિકારક શક્તિ સુધારવની સાથે શરીરને ઇન્ફેક્ષનથી પણ બચાવે છે , જો ઘરના લોકોને ગાજર ન ભાવતા હોય તો ગાજરનો હળવો બનાવી,તેને હેલ્થી વાનગી તરફ વાળી શકાય છે .
આ ઉપરાંત પણ ગાજરના હલવાના કેટલાક ફાયદાઓ રહેલા છે , કારણકે ગાજર ખુબજ હેલ્થી અને ટેસ્ટી શાકભાજી છે , માટેજ તેનો ઉપયોગ આપણે સલાડના સ્વરૂપમાં કરીયે છીએ ,તો આ શિયાળામાં ગાજરનો હળવો બનાવવાનું ચૂકશો નહીં .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.