Abtak Media Google News

સાવરકુંડલાના લુવારા ગામે અશોક બોરીચા આવ્યો હોવાની શંકાએ એલસીબી ધસી ગઈ, પિસ્તોલ, રિવોલ્વર, ૨ તમંચા, બંધુક, જીવતા કારતુસ અને ફોર્ચ્યુન કાર કબજે: પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરીંગ ર્ક્યું

ગુજસીટોક સહિતના અનેક ગુનામાં ફરાર લુવારા ગામના અશોક બોરીચા લુવારા ગામે આવ્યો હોવાની બાતમી પરથી વોચમાં રહેલ અમરેલી એલ.સી.બી એસ.ઓ.જી સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્વારા ફરાર આરોપી અશોક બોરીચા ને પડકારવામાં આવતા તેમણે પોલીસ ઉપર ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે મહિલા સહિત ૨ શખ્સોની ધરપકડ કરી પિસ્તોલ, રિવોલ્વર, તમંચા, બંધુક અને કારતુસ તેમજ કાર કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં તરખાટ મચાવનાર સોનુ ડાંગરની ગેંગ સામે સૌરાષ્ટ્રની અંદર પ્રથમ ૯ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. ગુજસીટોક સહિતના અનેક ગુનામાં ફરાર લુવારા ગામના અશોક બોરીચા લુવારા ગામે આવ્યો હોવાની બાતમી પરથી વોચમાં રહેલ પોલીસ સામે ફાયરિંગ કર્યું હતું અને પોલીસે સ્થળ પરથી હથિયારોને કેટલાક લોકોને પકડયા હતા. પરંતુ તેઓ કોઇ કારનામાને અંજામ આપે તે પહેલા પોલીસે અશોકને ફાયરિંગ ની રમઝટ બોલાવી પકડી પાડ્યો હતો પોલીસ તંત્ર દ્વારા અશોક બોરીચાએ કયા કયા આશરો લીધો છે અને તેમની સાથે બીજા કેટલા લોકો છે તે સર્ચ ઓપરેશન સાવરકુંડલા પંથકમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, અમદાવાદ શહેર અને પાટણ જીલ્લામાં પોતાનું નેટવર્ક ઉભુ કરી ખૂન, ખૂનની કોશીષ, અપહરણ, ધાક-ધમકી, ઉંચા વ્યાજ, પઠાણી ઉઘરાણી અને સ્થાવર મિલ્કત પડાવી લેવાના ગુન્હા તથા નશાબંધી ધારાના ભંગના ગુન્હાઓની સાથે ગેર કાયદે હથીયારોની આંતરરાજય હેરફેર સહીતના ભયંકર ગુન્હાઓ વિશેષ ગેંગ બનાવી આચરતી ગુન્હાખોર ટોળકીના રાજકોટની મહિલા ડોન સોનલ ઉર્ફ સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર સહીત ૯ શખ્સો સામે  ગુજસીટોક સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત  ગુન્હો દાખલ કરવા  આપવામાં આવતા સૌરાષ્ટ્રની ગુન્હાખોર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વિંછીયાના શિવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ ,સાવરકુંડલા પંથકના દોલતી ગામના શૈલેષભાઇ ચાંદુ ,દોલતીના જ દાદેશ ઉર્ફે દાદુભાઇ ,સાવરકુંડલાના લુવારાના અશોકભાઇ બોરીયા, લુવારાના  જૈતાભાઇ બોરીયા, ખાંભાના નાનીધારીના વનરાજભાઇ વાળા,  વંડાના નરેન્દ્રભાઇ ખુમાણા અને સંજળના ગૌતમભાઇનો સમાવેશ છે.

સોનુ ડાંગરે એક વિડીયો દ્વારા અમરેલી એસપી વિરૂધ્ધ જે રીતે ઉચ્ચારણ કરેલ તેનાથી અમરેલી એસપી અને ભાવનગર રેન્જ વડા ચોંકી ઉઠયા હતા. આરોપી વિરૂધ્ધ હથિયારો રાખવાના અને સરકારી જમીન પર દબાણ, બાંધકામ કરવા તથા હિન્દુ-મુસ્લીમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાઇ તેવા મેસેજો સોશ્યલ મીડીયા પર મુકવાના આરોપો લગાવી ગુન્હો દાખલ થયાનું પોલીસ સુત્રો જણાવે છે.

લુવારા ગામે એલસીબી અને સ્થાનિક પોલીસે અશોક બોરીચા અને એક મહિલાની ધરપકડ કરી પોલીસ પર ફાયરીંગ કરતા એલસીબીએ એક રાઉન્ડ સ્વબચાવમાં ફાયરીંગ કર્યું હતું. પોલીસે પિસ્તોલ, રિવોલ્વર, ૨ તમંચા, બંધુક, જીવતા કારતુસ અને ફોર્ચ્યુન કાર કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.