Abtak Media Google News

મોરબીના લાતી પ્લોટમાં આવેલી મોબાઈલ રીપેરીંગની દુકાનમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો આ મોબાઈલની દુકાનને નિશાન બનાવીને તેમાંથી ૨૦ મોબાઇલની ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. જોકે આ બનાવની હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.

આ ચોરીની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટ, શેરી નંબર-૬ માં આવેલ ગેલકસી મોબાઈલ નામની મોબાઈલ રીપેરીંગની દુકાનમાં પરમ દિવસે રાત્રે તસ્કરો ખબકયા હતા. જેમાં તસ્કરો આ મોબાઈલની દુકાનના ઉપરના ભાગેથી પતરા તોડીને અંદર ઘુસ્યા હતા અને તસ્કરોએ આ મોબાઈલ રિપેરીગની દુકાન સાફ કરી નાખી હતી. જેમાં તસ્કરો રીપેરીંગ માટે આવેલા ૩ આઈફોન સહિત ૨૦ મોબાઇલની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. રૂ.૩૦ હજારથી વધુ કિંમતના ૨૦ મોબાઇલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ બનાવ અંગે વેપારીઓ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે ગયા હતા. પણ હજુ સુધી આ બનાવની ફરિયાદ ન નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.