Abtak Media Google News

તમાકુ, સીગારેટ અને સોપારી સહિતનાં રૂ .૧૦ લાખના માલની તસ્કરી: ઘટના સીસીટીવીમાં કેદ

વેરાવળ બસ સ્ટેન્ડ પાસે ’જયોતિ સેલ્સ’ નામની દુકાનમાં આગ લગાડીને તમાકુ, સોપારી, સિગારેટ સહિત રૂ . ૧૦ લાખનાં મુદ્દામાલની ચોરી કરતા ખળભળાટ મચી ગયો છે. વેરાવળ બસ સ્ટેન્ડ ધમધમતા વિસ્તારમાં રાત્રીના અથવા વ્હેલી સવારે “જયોતી સેલ્સની દુકાન પાછળના ભાગે શટરના તાળા તોડી શટર ઉંચકાવી તેમાં પડેલ તમાકુ-સીગારેટ-સોપારી-બીડી સહીતનો મુદામાલ ઉપાડી ગયેલ તેમજ આ દુકાનમાં “આગ લગાડી દીધેલ જેથી આખી દુકાનનો સામાન ભસ્મીભુત થયેલ હતો.

આગ વ્હેલી સવારે અથવા મોડી રાત્રે લગાડેલ હોય પાંચ વાગ્યે બે બંબા આવી પહોંચેલ હતા એકાદ કલાકની મહેનત બાદ આગ કાબુમાં આવેલ હતી. બન્ને ગલીમાં હોસ્પીટલ-હોટલો-દુકાનો આવેલ છે તેના સી.સી. ટી.વી. કેમેરામાં તસ્કરો કોથળા ભરીને ભાગતા હોય તેવું દેખાય રહ્યાનું જાણવા મળેલ છે.

બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ અનેક જગ્યાએ આ દિવસ દરમ્યાન અનેક કેબીનના તાળા તોડેલ હોય તેમજ ધમધમતા ચોકમાંથી દુકાનોમાંથી પણ ચોરી થયેલ હોય તેવું જાણવા મળેલ છે. ચોરી કરી આગ લગાડી દીધાનો બનાવથી તમાકુના હોલસેલ વેપારીએ તેમજ પાન-બીડીની દુકાનદારોમાં ભારે ભય પ્રસર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.