Abtak Media Google News

લોર્ડ ક્રિષ્ના સોસાયટીમાં બીજા માળે સીંધી પરિવાર સુતો રહ્યો અને તસ્કરો પ્રથમ માળે રૂ.૧.૧૭ લાખનો હાથફેરો કરી ગયા: બાબરીયા કોલોનીમાંથી કાર હંકારી જતા ચોરો

શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળો પર ચોરી કરી તસ્કરોએ તટખાટ મચાવ્યો છે. શાસ્ત્રીનગર અજમેરામાં મહિલાના ઘરમાં રોકડ-દાગીના મળી રૂ.૫.૪૦લાખની ચોરી કરી હતી. બીજા બનાવમાં રેલનગરની લોર્ડ કિષ્ના સોસાયટીમાં પરિવારમા બીજા માળે સૂતો હોય, ત્યારે પ્રથમ માળે તસ્કરી કરી રૂ.૧,૧૭,૦૦૦ની મતા ચોરી કરી હતી. આ ઉપરાંત બાબરીયા કોલોનીમાંથી ઇકો કાર હંકારી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નાનામવા રોડ પર શાસ્ત્રીનગર અજમેરામાં શેરી ૫માં રહેતા નિમર્બાબેન સોલંકીના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી રૂ.૩ લાખની રોકડ અને  રૂ.૨.૪૦ લાખના સોનાના દાગીના મળીને રૂ.૫.૪૦ લાખની મતા ચોરી ગયા અ:ગેની માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ગત તા.૨૯ના રોજ ફરિયાદી નિર્મળાબેનના ભાભીના કાકાનુ અવસાન થતા ઘરને તાળા મારીને જામનગરના સિકકા ગામે ગયા હતા. ત્યાથી રવિવારે પરત આવીને જોયુ તો ઘરના નકુચા તાળા તુટેલી દશામાં હતા. અંદરના લોખંડના કબટમાંથી તસ્કરોએ લોક તોડીને રોકડ-દાગીના ચોરી ગયાનુ માલુમ પડ્યુ હતુ. હાલ માલવિયાનગર પોલીસે સીસીટીવી કુટેજના આધારે ત્રણ તસ્કોરોની શોધખોળ હાથ ધરી છે.

Img 20200907 Wa0026

જયારે રેલનગરના લોર્ડ કિષ્ના સોસાયટીમાં શેરી નં.૩માં બ્લોક નં.૮૮માં રહેતા મનોજ ઠાકરદાસ ખુંધાણીના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી કબાટના નકુચા તોડી રોકડ રૂ.૯૦,૦૦૦ તથા સોના ચાંદીના રૂ.૨૭,૦૦૦ મળી કુલ ૧,૧૭,૦૦૦નો મુદ્દામાલ ચોરી કરી ગયા અંગેની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. ચોરીના બનાવ અંગે પી.એસ.આઇ.બી.વી. બોરીસાગરે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી સિંધી યુવાન પોતાના પરિવારજનો સાથે બીજા માળે સુતો હોય, ત્યારે તસ્કરોએ બીજા માળને આંકડીયુ દીધા બાદ પ્રથમ માળે ચોરીની ઘટનાને અંજામ આપ્યાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ હતું.

આ ઉપરાંત બાબરીયા કોલોની શેરી નં.૫ માંથી યુનુશ મુસાભાઇ સોઢા (ઉ.વ.૪૦)ની ઘર પાસે પાર્ક કરેલી જી.જે.૩-કેસી-૨૩૯૫ નંબરની ઇકકો ગાડી ચોરી ગયા અંગેની ભક્તિનગર પોલીસમાં નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.