Abtak Media Google News

રાજાણી નગરી રાજકોટના પ્રાંગણે સંગીત પ્રેમીઓની સુરાવલીના મધુર સૂરો ગુંજતા જ રહે છે. આત્મા
અને પરમાત્મા વચ્ચેનો ભાવનાત્મક સેતુ એટલે સંગીત. જે હદયના સૂરની અનોખી ભકિત છે.

રાજકોટના સંગીત પ્રેમી શહેરીજનો માટે શહેરમાં સંખ્યાબંધ સંસ્થાઓ ઉત્સાહ અને ઉમંગભેર કાર્યરત
છે, તે પૈકી નું એક જાણીતું નામ “સ્માઈલ કરાઓકે કલબ”. તેના સ્થાપક શ્રી કિશોરભાઈ મંગલાણી દ્વારા
ઘણા વર્ષોથી ચલાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દરેક કાર્યક્રમમાં કરાઓકે ટ્રેક પર હિન્દી ફિલ્મ જગતના
“સુવર્ણયુગ” ના મધુર ગીતો ફિલ્માકન સાથે રજુ કરવામાં આવે જે કન્સેપ્ટ ને શ્રોતાઓ દ્વારા ખુબ જ સારો
પ્રતિસાદ પડેલ છે.

વર્ષમાં ૩ કાર્યક્રમો હેમુગઢવી હોલમાં તથા ૩ કાર્યક્રમો રીકવેસ્ટ’ ના આધારે વિવિધ
સ્થળોએ આયોજન કરવામાં આવે છે. સ્માઈલ ગ્રુપમાં ડોકટરો, વકિલો, એજીયરો, બિલ્ડરો તથા વિવિધ
ક્ષેત્રોના કલાકારો તેમજ કોકીલી કંઠ ધરાવતા બહેનો પણ સામેલ છે.

નોન કોમર્શીયલ-ફકત આમંત્રિત મહેમાનો માટે સ્માઈલ કલબનો આગામી કાર્યક્રમ તા.૨૫/૦૩/૨૦૧૮ ના રવિવારનાં રોજ હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૮-૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

ધરાવતા સંગીત પ્રેમીઓ એ સમયસર કાર્યક્રમના આયોજન માટે શ્રી મનહરભાઈ જોશી માં., ૯૭ર ૩૪પ૯૨ ૬૮ નો સંપર્ક કરવા વિનંતી. સ્માઈલ કરાઓકે કલબ ના સંગીતપ્રેમી ઓ શ્રી કિશોરભાઈ મંગલાણી, શ્રીમતી મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રીમતી સરયુબેન શેઠ, ડો. દિનેશભાઈ શ્રીમાંકર, ડો. રંજનાબેન શ્રીમાંકર, શ્રી મનહરભાઈ જોષી, શ્રી જિતન્દ્રભાઈ ભટ્ટ, શ્રીમતી ગીતાબેન ભટ્ટ, શ્રીમતી શાલીનીબેન રેલવાણી, શ્રી નિલેષભાઈ જેઠવા, શ્રીમતી હીનાબેન કોટડીયા, શ્રી દિવ્યકાંતભાઈ પંડયા, શ્રીમતી સાઘનાબેન વિભાકર, શ્રી પરેશભાઈમાણેક, શ્રી પંકજભાઈ ઝિબા, શ્રી શ્યામભાઈ વિરાણી, શ્રી સુરેશભાઈ વસદાણી, શ્રી અશોકભાઈ ચંદાવાડીયા વિગેરે મધુર તથા પ્રખ્યાત ગીતો કે જે દરેકના દિલમાં વસેલા મહાનુભાવો તથા અધિકારીઓ પધારવાના છે અને શાર્પ ૦૮:૩૦ કલાકે દિપ પ્રાગટય કરવામાં આવશે.

છે તેની શાનદાર રજુઆત કરશે રાજકોટના અનેક મહાનુભાવો આ ગ્રુપ સાથે જોડાયેલા છે. આ પ્રસંગે વિવિધ
સંગીત પ્રેમીઓ માટે પાસની આવશ્યકતા નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.