Abtak Media Google News

સ્માર્ટફોનમાં ઓનલાઈન ટાઈમ પસાર કરતા લોકોમાં ભારતીયો સૌથી આગળ: માત્ર ૧૦% ઓનલાઈન સમય ડેસ્કટોપમાં પસાર કરે છે

હાલ, આધુનિક યુગમાં ઈન્ટરનેટની સેવાઓ વધુ ઝડપથી વિકસતા લોકોનું જીવન તો સરળ બન્યું જ છે પણ આ સાથે અગાઉના સમયના યંત્રોની જગ્યા આજના આધુનિક યંત્રોએ લીધી છે. અગાઉ મોટા કદના વિશાળ કોમ્પ્યુટરો વપરાતા હતા. જેના સ્થાને ધીમે ધીમે નાના કોમ્પ્યુટરો વિકસ્યા ત્યારબાદ લેપટોપ, મીની લેપટોપ વગેરે જેવા અત્યાધુનિક યંત્રો આવ્યા અને હવે તો આ બધાનું સ્થાન સ્માર્ટફોને લઈ લીધું છે. આપણે કોમ્પ્યુટર, લેપટોપ, ફીચર્સનો મોબાઈલમાં લાભ લઈ શકીએ છીએ. તેથી જ તો ધીમે ધીમે સ્માર્ટફોન વધુ વપરાઈ રહ્યા છે અને કોમ્પ્યુટર ઓછા.

કોમ્પ્યુટરોની જગ્યા સ્માર્ટફોનોએ લેતા કુલ ઓનલાઈન ટાઈમનો ૯૦% ટાઈમ ભારતીય લોકો મોબાઈલમાં જ પસાર કરે છે અગાઉ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવા કોમ્પ્યુટર જ વાપરતા પરંતુ અત્યારે સ્માર્ટફોનો જ એટલા અત્યાધુનિક આવી ગયા છે કે કોમ્પ્યુટરના તમામ ફીચર્સો આવી જાય છે. તાજેતરમાં કોમસ્કોર નામની એનાલીટીકસ કંપનીએ એક સર્વે કર્યો હતો અને એ પરથી જાણવા મળ્યું છે કે, ભારતમાં લોકો તેમનો ૯૦% ઓનલાઈન ટાઈમ મોબાઈલમાં પસાર કરે છે જે વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ છે.

ઓનલાઈન ટાઈમ એટલે કે ઈન્ટરનેટનો ઉપયોગ કરવો. આ માટે ભારતીયો વધુ પડતા મોબાઈલનો જ ઉપયોગ કરે છે તેવો કોમસ્કોરના સર્વેમાં ઘટસ્ફોટ થયો છે. સર્વે પરથી એ પણ જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૧૭માં ભારતીય લોકોએ ડેકસ્ટોપ પર સરેરાશ ૧૨૦૦ મીનીટ પસાર કરી જયારે તેની સરખામણીએ મોબાઈલ ફોન પર ૩૦૦૦ મીનીટ અથવા ૫૦ કલાક પસાર કરી ભારતમાં લોકો વર્ષ ૨૦૧૭માં ૯૮% મીનીટ વ્હોસએપ પાછળ ફાળવી હતી. મોટાભાગના લોકો વોટસએપ પર જ રચ્યા પચ્યા રહે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.