Abtak Media Google News

અમેરિકાને પાછળ પાડીને ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર બની ગયું છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં ભારતમાં 4.04 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું છે. આ દરમિયાન અમેરિકામાં 4 કરોડ યુનિટનું વેચાણનું થયું હતું. જયારે ચીન 10.06 કરોડ સ્માર્ટફોનના વેચાણની સાથે પ્રથમ નંબરે છે. રિસર્ચ ફર્મ કૈનાલિસના રિપોર્ટમાં આ આંકડો પ્રકાશમાં આવ્યો છે.

આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં વિશ્વભરમાં સ્માર્ટફોનનું કુલ વેચાણ 34.39 કરોડ યુનિટ રહ્યું હતું. ગત વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરની સરખામણીમાં તે 7.2 ટકા ઓછું છે. ગ્લોબલ વેચાણમાં સતત ચૌથા ત્રિમાસિકમાં ઘટાડો આવ્યો છે.

ટોપ-10માંથી 7 દેશોમાં વાર્ષિક આધાર પર વેચાણમાં ઘટાડો નોંધાયો છે. માત્ર ઈન્ડોનેશિયા, રશિયા અને જર્મનીમાં વેચાણમાં વધારો થયો છે. જયારે સૌથી મોટા સ્માર્ટફોન બજાર ચીનમાં વેચાણમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.