Abtak Media Google News

દર ૩ ભારતીયોમાંથી ૧ ભારતીય ‘સ્માર્ટફોન’ મારફતે કરે છે ખરીદી

સમગ્ર વિશ્ર્વ હાલ ડીજિટલાઇઝ થઇ રહ્યું છે. ત્યારે આજના નવયુવાનોમાં પણ ડીજિટલ તરફનો ઝુકાવ અતિ વઘ્યો છે. ત્યારે કરવામાં આવેલા સર્વેમાં એ વાતની સ્પષ્ટતા થાય છે. કે, દર ત્રણ ભારતીયોમાંથી ૧ ભારતીય સ્માર્ટફોન મારફતે ખરીદી કરે છે. વિશ્વમાં ડીજિટલને ઘણા ખરા પ્રશ્નો પણ ઉદભવત થતા નજરે પડયા છે. કયાંકને કયાંક ન્યુસન્સ, મીસયુઝ થવાની જે વાતો સામે આવે છે. તેનાથી લોકોને જે વિશ્વાસ સંપાદીત થવો જોઇએ તે થઇ શકતો નથી. જેના કારણે લોકોને ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડે છે. આગામી સમયમાં ભારત ડીજિટલ તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં ભારત ટેકનોલોજીનો ઉપયોગ અત્યંંત વધુ પ્રમાણમાં કરી રહ્યું છે. ભારતની યુવા પેઢી ટેકનોલોજી અને ડીજિટલનો ઉપયોગ કરવા માટે અત્યંત જાણીતી છે. ત્યારે ડીજિટલ ઇન્ડિયા આવનારા સમયમાં અત્યંત લાભદાયી નીવડશે તેમાં સહેજ પણ મીનમેક નથી.

જે રીતે ભારત દેશ ડીજિટલાઇઝેશન તરફ આગેકુચ કરે છે, તેનાથી અનેક વિવિધ પ્રકારના ફાયદાઓ મળવા પાત્ર રહે છે. લોકોનાં માનસ પર ઉપર જે ડીજિટલાઇઝેશન નો અતિરેક જોવા મળે છે. તેની સામે સ્માર્ટ ફોનનો ઉપયોગ પણ અત્યંત વધુ છે, પરંતુ લોકોએ તે દિશામાં જોવાની તસ્દી લ્યે તો તે વાત સ્પષ્ટ થાય છે કે દર ૩ ભારતીયોમાંથી ૧ ભારતીય ઓનલાઇન અને સ્માર્ટ ફોન મારફતે શોપીંગ કરે છે.

એમેઝોન, ફિલ્પકારે બાદ કલ્બ ફેકટરી પોતાનું વર્ચસ્વ સ્થાપીત કરવા માટે આગળ આવી રહ્યું છે. ત્યારે સર્વેમાં પણ જાણવામાં આવ્યું છે કે જે રીતે શહેરી લોકો સ્માર્ટ ફોન મારફતે ખરીદી કરે છે. તેની સામે ગ્રામ્ય લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા નજરે પડે છે. આંકડાકીય માહીતી મુજબ શહેરી વિસ્તારનો આંક ૩૪.૮ ટકા નો છે. જયારે ગ્રામ્ય લોકોનો આંક ૩૦.૩ ટકા નો જોવા મળે છે. ગ્રામ્યની સરખામણીમાં શહેરી લોકોનાં આંક ૪.૫ ટકા જ વધુ છે.

આ વાત ઉપરથી એક વાત નકકી થાય છે કે ડીજિટલાઇઝેશન શહેરી વિસ્તારોની સાથો સાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડીજિટલઝેશનનું પ્રમાણ વધુ હોઇ તેવું સામે આવ્યું છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ થકી લોકોને ઘણી પસંદગી મળે છે. કયાંકને કયાંક લોકોનો જે વિશ્ર્વાસ સંપાદન થયો છે, તેનાથી ઇ-કોમર્સ અને ઓનલાઇન પ્લેટ ફોર્મ વધુ મજબુત બન્યા છે. તેમાં સહેજ પણ મીનમેક નથી.

આવનારા સમયમાં વિશ્ર્વમાં સૌથી વધુ ડીજિટલાઇઝેશન તરફ જે કોઇ દેશ અગ્ર હશે તો તે ભારત છે. લોકો હવે સ્માર્ટ ફોનનાં ઉપયોગથી તમામ જીવન જરુરીયાત ચીજવસ્તુઓની ખરીદી, જરુર મુજબની વિગતો સહિત અનેક મુદ્દાઓ ભારતીય લોકોએ સ્વીકારી લીધું છે. જે વિશ્ર્વના દેશોમાંથી ભારતને અલગ અને ભિન્ન બનાવે છે.

ટેલિકોમ ક્ષેત્ર સરકારની યોજનાઓ માટે મહત્ત્વનું; ધ્યાન આપવું જરૂરી: મિતલ

ટેલીકોમ ક્ષેત્રે જે સમય પહેલા ઉદ્યોગપતિઓ ધુસ્યા છે. તે જાણે હાંફી ગયા હોઇ તેનું પણ માનવામાં આવે છે. સમય આધારીત જે ઘ્યાને લેવા જેવા મુદ્દાઓ ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું જોઇએ તે કરવામાં ઘણી ટેલીકોમ કંપનીઓ ઉણી ઉતરી છે. ઘણી કંપનીઓનાં અનુભવોના તારણો ઉપરથી એ વાત સ્પષ્ટ થઇ છે કે જીઓએ આ તમામ વાતને ઘ્યાને લઇ ટેલીકોમ ક્ષેત્રમાં પગલા માંડયા છે. હવે જયારે ટેલીફોન ક્ષેત્ર માટેના ઉજજવળ દિવસો ચાલુ થયા છે. ત્યારે જીઓ જ મેદાનમાં જોવા મળે છે. એરટેલ, આઇડીયા જેવી કંપનીઓ સમય પહેલા પોતાના ઉદ્યોગોને સ્થાપિત કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. જે હવે મંદ પડી ગયેલ છે. પહેલા લોકો સસ્તામાં સસ્તા મોબાઇલ લેવાનું પસંદ કરતા હતા. પરંતુ સમય બદલાયો છે અને લોકો હવે મોંઘાદાટ મોબાઇલોની ખરીદી કરી રહ્યા છે. ત્યારે હવે જે રીતે ટેલીફોન ક્ષેત્રએ આગળ વધવું જોઇએ તેમાં જાણે કંપનીઓ ઉણી ઉતરી છે. તેવું લાગે છે અનિલ અંબાણી દ્વારા આરકોમને જે રીતે વેગ આપવામાં આવ્યો હતો. ત્યારે લાગતું હતું કે આરકોમ અનેક ઉચ્ચ શિખરો સર કરશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, કંપની પાણીમાં બેસી ગયેલી છે. ત્યારે હવે ટેલીકોમ ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્ર બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.