Abtak Media Google News

Table of Contents

વર્તમાન ટર્મના અંતિમ બજેટમાં નળ, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઇ સહિતની પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય

મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટના કદમાં રૂ.૧૨.૧૭ કરોડનો વધારો કરતી સ્ટેન્ડિંગ કમિટી: ૨૪ નવી યોજનાઓના સમાવેશ સાથે ત્રણેય ઝોનમાં વિકાસના દ્વાર ખોલતું અંદાજપત્ર

Screenshot 1 16

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૨૧૧૯.૯૮ કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ગત ૧લી ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું. બજેટના અભ્યાસ દરમિયાન કદમાં રૂા.૧૨.૧૭ કરોડના વધારા સાથે આજે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા કરબોજ વિહોણુ રૂા.૨૧૩૨.૧૫ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વર્તમાન ટર્મના અંતિમ બજેટમાં નળ, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, પાણી સહિતની મુળભૂત આંતર માળખાકીય પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો બજેટને ચૂંટણીલક્ષી ટચ અપાયો છે. રૂા.૨૦.૬૯ કરોડની નવી ૨૪ યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Dsc 0305 1

સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બજેટ મંજૂર કરાયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, સ્માર્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં એસ એટલે સરળ અને સંવેદનશીલ, એમ એટલે માનવીય અભિગમ, એ એટલે અંત્યોદય સંકલ્પ યુક્ત, આર એટલે રાજકોટનો સંતુલીત વિકાસ અને ટી એન્ટલે ટેકસના નવા બોજ વિહોણુ બજેટ આજે રજૂ કરાયું છે. કમિશનરે સુચવેલા ૨૧૧૯.૯૮ કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમીટીએ ગહન વિચારવિમર્શ કર્યા બાદ વર્તમાન ટર્મના અંતિમ બજેટમાં પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કદમાં ૧૨.૧૭ કરોડના વધારા સાથે આજે રૂા.૨૧૩૨.૧૫ કરોડનું બજેટ મંજૂર કરી આખરી મંજૂરી માટે  જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. બજેટના કદમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં જમીન વેંચાણ કે ટેકસની આવકના લક્ષ્યાંકમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. પર્યાવરણની સુરક્ષા માટે મહાપાલિકાના સતત ચિંતીત છે. જેનો બજેટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શહેરમાં રસ્તા કામ માટે કમિશનરે રૂા.૫૬ કરોડની ફાળવણી કરી હતી જેમાં સ્ટેન્ડિંગ કમીટીએ ૩૫ કરોડનો વધારો કરી ૯૧ કરોડ કર્યા છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાં પણ ૫૦ ટકા જેવો વધારો કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે ખાસ ગાર્ડન અને રવિવારી માર્કેટનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રૂા.૨૦.૬૯ કરોડની ૨૪ યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પત્રકાર પરિષદમાં મેયર બિનાબેન આચાર્યએ જાહેરાત કરી હતી કે, સ્ટેન્ડિંગ કમીટીએ મંજૂર કરેલા રૂા.૨૧૩૨.૧૫ કરોડના બજેટને આખરી મહોર મારવા માટે મહાપાલિકામાં આગામી ૧૯મીએ ફેબ્રુઆરીના રોજ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવશે. ભાજપના સ્ટેન્ડિંગ કમીટીના સભ્યો અને કોર્પોરેટરોએ બજેટને આવકાર્યું હતું તો કોંગ્રેસના નગરસેવકોએ ફરી એક વખત બજેટને સપનાના વાવેતર ગણાવી વખોડી કાઢયું હતું.

રસ્તા કામ માટે ૯૧ કરોડ ફાળવાયા વોર્ડ દીઠ એકશન પ્લાન ડબલ

બજેટમાં રસ્તા કામ માટે રૂા.૯૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. વોર્ડ દીઠ એકશન પ્લાનની રકમ પણ બમણી કરવામાં આવી છે. સારી ગુણવત્તાવાળા રસ્તાઓ શહેરના વિકાસ માટે ધોરી નસ સમાન છે. મ્યુનિ.કમિશનર ટીપી રસ્તા માટે ૨૦ કરોડ, એકશન પ્લાન માટે ૧૫ કરોડ, ડીઆઈના કામ પુરા થતાં હોય ત્યાં રિ-કાર્પેટ માટે ૭ કરોડ, રસ્તાના અન્ય કામો માટે ૧૪ કરોડ સહિત કુલ ૫૬ કરોડની જોગવાઈ કરી હતી. સ્ટેન્ડિંગ કમીટીએ તેમાં ૩૫ કરોડનો વધારો કર્યો છે. જેમાં ટીપીના રસ્તા માટે ૨૦ના બદલે ૩૦ કરોડ, એકશન પ્લાનના રસ્તા માટે ૧૫ના બદલે ૩૦ કરોડ, ડીઆઈના કામ પુરા તાં હોય ત્યાં રિ-કાર્પેટ માટે વિશેષ ૧૦ કરોડ સહિત કુલ ૧૭ કરોડ સો રસ્તા કામ માટે રૂા.૯૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ દીઠ એકશન પ્લાનની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. એકશન પ્લાનની રસ્તા માટે કમિશનર દ્વારા વોર્ડ દીઠ રૂા.૧ કરોડ સુચવવામાં આવ્યા હતા. જે કમિશનર દ્વારા રૂા.૨ કરોડ કરવામાં આવ્યા છે.

અરે વાહ… ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં ફનસ્ટ્રીટ: એમ્યુઝમેન્ટ પાર્ક પણ બનશે

હાલ શહેરના રેસકોર્સ સંકુલમાં દર રવિવારે સ્માર્ટ સિટી મિશન દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિસરાય ગયેલી રમતોને જીવંત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી આ ફન સ્ટ્રીટમાં શહેરીજનોને વ્યાપક સર્મન મળી રહ્યું છે ત્યારે હવે મહાપાલિકાએ શહેરના ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પણ ફન સ્ટ્રીટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં બાળવય દરમિયાન રમવામાં આવતી, ગીલી દંડા, ભમરડો, લખોટી સહિતની જુદીજુદી રમત અને કરાઓકેની મોજ માણવા મળશે. બે ઝોનમાં ફન સ્ટ્રીટ માટે રૂા.૨૦ લાખની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. જ્યારે વડોદરા નજીક આજવા એમ્યુઝમેન્ટ પાર્કની આધારીત પીપીપીના ધોરણે રાજકોટમાં પણ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોને હરવા ફરવા એક નવું સ્થળ બની રહે તે માટે પીપીપીના ધોરણે અનેકવિધ રાઈડ્સ ધરાવતા એમ્યુઝમેન્ટ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટે રૂા.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

કરો વિકાસ: કોર્પોરેટરની ગ્રાન્ટમાં ૫૦ ટકાનો વધારો

હોદ્દાની રૂએ મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળતી વાર્ષિક ગ્રાન્ટમાં પણ વધારો કરાયો

શહેરના વોર્ડના વિસ્તારની સરખામણીએ કોર્પોરેટરોને અપાતી ગ્રાન્ટ ખુબજ ઓછી હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયી ઉઠી રહી છે. સાત વર્ષ પૂર્વે નગરસેવકોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો હતો. અપુરતી ગ્રાન્ટના કારણે વોર્ડના વિકાસ કામો પર અસર પડતી હોવાની રજૂઆતને ધ્યાનમાં રાખી આજે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મહાપાલિકા દ્વારા કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં જરૂરીયાત મુજબના પ્રાથમિક કામો કરાવવા માટે પ્રતિ કોર્પોરેટર દીઠ વાર્ષિક રૂા.૧૦ લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટ વર્ષ ૨૦૧૩-૧૪થી ફાળવવામાં આવે છે. આ ઉપરાંત હોદ્દાની રૂએ મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન જેવા પદાધિકારીઓને ૩ લાખની વાર્ષિક ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાં પણ ૫૦ ટકાનો વધારો કરાયો છે. હવે પ્રતિ કોર્પોરેટર દીઠ રૂા.૧૫ લાખની ફાળવવામાં આવશે અને પદાધિકારીઓને ૩ ને બદલે રૂા.૪.૫૦ લાખની ફાળવણી કરવામાં આવશે. આ કામ માટે રૂા.૩.૬૬ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ટૂંકમાં વોર્ડ દીઠ ગ્રાન્ટમાં ૨૦ લાખનો વધારો કરાયો છે.

ત્રણેય ઝોનમાં મહિલાઓ માટે ખાસ ગાર્ડન: મહિલા  સંચાલિત ત્રણ રવિવારી માર્કેટ પણ બનાવાશે

મહિલાઓ સ્વતંત્ર રીતે હરીફરી શકે, પોતાનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવા માટે યોગા સહિતની કસરતો કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે શહેરના ત્રણેય ઝોનમાં ફકત મહિલાઓ માટે ગાર્ડનનું નિર્માણ કરવાની જાહેરાત આજે બજેટમાં સ્ટેન્ડિંગ કમીટી દ્વારા કરવામાં આવી છે. આ ગાર્ડનમાં હિંચકા, લપસીયા અને કસરતના સાધનો મુકવામાં આવશે અને જોગર્સ પ પણ બનાવાશે. આ કામ માટે ૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણ અભ્યાન માટે ત્રણેય ઝોનમાં મહિલાઓ દ્વારા સંચાલિત એક-એક રવિવારે માર્કેટ બનાવવામાં આવશે. જેમાં સાડી, ડ્રેસ, દુપ્પટા, કટલેરી, હોઝીયરી સહિતની વસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે. જેના માટે રૂા.૧૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે. મહિલાઓમાં થતાં જુદા જુદા કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના નિદાનની સુવિધા માટે આરોગ્ય કેન્દ્રમાં આધુનિક મશીન મુકવામાં આવશે જેના માટે રૂા.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

હવે મેરેથોન ફરી કોર્પોરેશન યોજશે: દિવાળી કાર્નિવલ અને ફલાવર શોનો પણ જલસો

શહેરીજનોમાં અતિ લોકપ્રિય બનેલી મેરેથોનમાં તોતીંગ ખર્ચના બીલ મુકાતા ચાલુ સાલ મેરેથોનનું સંચાલન રોટરી કલબને સોંપી દેવામાં આવ્યું હતું. દરમિયાન મહાપાલિકાના શાસકોનો વિચાર ફર્યો છે. આગામી વર્ષમાં મહાપાલિકા ફરી મેરેથોન યોજશે. આ માટે આજે બજેટમાં રૂા.૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મેરેથોન પૂર્વે પ્રિ ઈવેન્ટ તરીકે સાયકલોફન યોજવામાં આવશે. હિન્દુ પંચાગના સૌથી મોટા તહેવાર દિવાળીમાં કાર્નિવલ યોજવામાં આવશે. જેના માટે રૂા.૧.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ડીઆઈ પાઈપ લાઈનના નેટવર્ક માટે રૂ.૨૮.૫૦ કરોડની જોગવાઈ

શહેરમાં દાયકાઓ જોની એસી પ્રેસર પાઈપ લાઈનના લીધે પાણી લીકેજની સમસ્યા સર્જાય છે અને પાણીનો બગાડ પણ થાય છે. સાો સા મેન્ટેનન્સ ખર્ચમાં પણ વધારો થવા પામે છે. શહેરીજનોને અવિરત પાણી પુરવઠો મળી રહે તે માટે હાલ શહેરમાં ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક ઉભી કરવામાં આવી રહ્યું છે. જે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પાઈપ લાઈન નાખ્યા બાદ ૧૮૦૦૦ જેટલા નળ કનેકશન આપવામાં આવ્યા છે. ડીઆઈ પાઈપ લાઈન નાખવાની કામગીરી ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે બજેટમાં રૂા.૨૮.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે  રૂા.૨૫૫.૭૫ કરોડના ખર્ચે ગ્રીનલેન્ડ ચોકડી પાસે, જડુસ રેસ્ટોરન્ટ પાસે, ઉમિયા ચોક પાસે, નાના મવા ચોક પાસે, રામાપીર ચોકમાં અને કેકેવી ચોક પાસે બ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોઠારીયા રોડ પર ઓડિટોરીયમ: ૪ ઝોનમાં નવા કોમ્યુનિટી હોલ

હાલ શહેરના સેન્ટ્રલ ઝોનમાં અરવિંદભાઈ મણીયાર હોલ, ઈસ્ટ ઝોનમાં અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ અને વેસ્ટ ઝોનમાં પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરીયમની સુવિધા છે. વર્ષ ૨૦૧૫માં મહાપાલિકાની હદમાં ભળેલા કોઠારીયા અને વાવડી વિસ્તારમાં લોકોની સુવિધા મળી રહે તે માટે કોઠારીયા રોડ પર આધુનિક સુવિધાસભર ઓડિટોરીયમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ કામ માટે રૂા.૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ શહેરમાં અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાં કુલ ૧૭ કોમ્યુનિટી હોલ સો ૨૧ યુનિટ કાર્યરત છે. આગામી દિવસોમાં શહેરના વોર્ડ નં.૧માં સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં, વોર્ડ નં.૩,૬ અને વોર્ડ નં.૧૩માં કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ માટે રૂા.૩.૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઘેર આવીને વૃક્ષારોપણ કરી જશે મહાપાલિકા: રાજ્યમાં પ્રથમ પ્રયોગ

મહાપાલિકા દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગ કરવામાં આવશે જેમાં કોઈ વ્યક્તિ વૃક્ષારોપણ કરવા માટે ઈચ્છતી હશે તો કોર્પોરેશનની ટ્રી-પ્લાન્ટેશન મોબાઈલ વાન આવી વૃક્ષારોપણ કરી જશે. આ માટે રૂા.૬૦ લાખની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ટ્રી પ્લાન્ટેશન મોબાઈલ વાન, બાગ કામ વૃક્ષારોપણના સાધનોથી સજ્જ હશે. જેથી શહેરીજનોને તેની માંગણી અનુસાર રહેઠાણ પાસે કે અન્ય યોગ્ય જગ્યાએ વૃક્ષારોપણ કરી આપવામાં આવશે. આ વાહનનું સાચાલન ખાનગી સંસને સુપરત કરવામાં આવશે.

વેરા વળતર યોજનામાં ટકાવારી ઘટાડવાની દરખાસ્ત ફગાવાઈ

પ્રામાણીક કરદાતાને પ્રોત્સાહિત કરતી મહાપાલિકાની વેરા વળતર યોજના અંતર્ગત ૩ માસમાં જ ટેકસનો ૫૦ ટકાથી વધુ ટાર્ગેટ પુરો થઈ જાય છે. એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને નાણાકીય વર્ષના આરંભી લઈ ૩૧મી મે સુધી ૮ ટકા વળતર અને જૂન માસ દરમિયાન ૪ ટકા વળતર આપવાનું તથા ઓનલાઈન પેમેન્ટ કરનારને વિશેષ ૨ ટકા વળતર આપવાનું સુચન મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે બજેટમાં કર્યું હતું. સ્ટેન્ડિંગ કમીટીએ ગહન ચર્ચા વિચારણા કરી લોનોને વિશેષ લાભ આપવાના આશયી શહેરમાં મિલકત ધારકો માટે દાયકાઓથી જે પધ્ધતિ મુજબ વળતર આપવાની યોજના અમલમાં છે તે ચાલુ રાખવાનું મંજૂર કર્યું છે. જેમાં ૩૧મી મે સુધી એડવાન્સ ટેકસ ભરનારને વેરામાં ૧૦ ટકા અને જૂનમાં વેરો ભરનારને ૫ ટકા વળતર આપવામાં આવશે અને ઓનલાઈન પેમેન્ટ કરનારને ૧ ટકા વળતર આપવાનું મંજૂર કરાયું છે. ૩૧મી મે સુધી ઓનલાઈન વેરો ભરપાઈ કરનારને વેરામાં ૧૧ ટકા વળતર આપવામાં આવશે.

બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરો માટે પાસની સુવિધા

આંતરીક પરિવહન માટે મહાપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે શહેરીજનોમાં હવે વધુ લોકપ્રિય બની રહી છે. રાજકોટવાસીઓ તથા રાજકોટની મુલાકાતે આવતા બહારગામના લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે બીઆરટીએસ અને સિટી બસમાં વિદ્યાર્થીઓ ઉપરાંત નોકરીયાત, ધંધાર્થી સહિતના તમામ વર્ગના મુસાફરો માટે માસીક, દ્વિમાસીક, ત્રિમાસીક, છ માસીક સહિતના પાસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

Screenshot 2 8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.