Abtak Media Google News

કોઇપણ સિકયુરીટી વગર મળશે લોન: છ માસ સુધી હપ્તા નહીં: રાજયના ૧૦ લાખ નાના ધંધાર્થીઓને મળશે લાભ: સોમવારથી વિનામુલ્યે મળશે લોનના ફોર્મ

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરતા મુખ્યમંત્રી

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નાના ધંધાર્થીઓ માટે મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે નાના ધંધાર્થીઓને કોઇપણ જાતની સિકયુરીટી વિના માત્ર ર ટકાના દરે રૂ. એક લાખની લોન આપવામાં આવશે. આ લોનમાં છ માસ સુધી હપ્તા પણ ભરવા નથી. રાજયના ૧૦ લાખ લોકોને આ યોજનાનો લાભ મળશે.

રાજયના મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્ર્વિનીકુમારે આ અંગે જણાવ્યું હતું કે રાજય સરકારે હાલની સ્થિતિમાં આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ, નાના દુકાનદારો, ઓટો ડ્રાઇવર: પ્લમ્બર વગેરેને કોઇપણ જાતની કિસયોરીટી વિના રૂ. એક લાખની લોન આપવામાં આવશે. આ લોન માટેના ફોર્મ આગામી તા. ૧૮ મે સોમવારથી કો. ઓ. બેંક સરકારી બેંકો સહિત ૯ હજારથી વધુ જગ્યાએથી મળી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ધિરાણ યોજનાનો વાર્ષિક વ્યાજદર ૮ ટકા નકકી કરાયો છે જેમાં ૬ ટકા વ્યાજ સરકાર ભોગવશે અને લાભાર્થીએ માત્ર ર ટકા જ વ્યાજ ચૂકવવાનું રહેશે. તેમાં પણ લોન મંજુર થયા બાદ છ માસ સુધી એક પણ હપ્તો ભરવાનો નથી. બજારમાં હાલમાં ૧ર થી ૧૪ ટકાના વ્યાજે લોન મળે છે. હાલ કોરોનાના અને લોકડાઉનના કારણે નાના મઘ્યમ વર્ગી ઉઘોગોના કામદારો, નાના ધંધાથીઓ દુકાનદારોને માઠી અસર થઇ છે ત્યારે આ યોજના ટેકારૂપ બનશે. રાજયમાં આ યોજના હેઠળ પપ૦૦ કરોડ ફાળવાશે.

અમદાવાદ શહેરમાં મોકુફ રખાયેલી ગરબી મઘ્યમ વર્ગીય પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ યોજના હેઠળ એપીએલ-૧ પરિવારોને તા.૧૮ મે થી ર૩ મે સુધીમાં રાશન વિતરણ કરાશે આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને ૧૦ કિલો ઘંઉ, ૩ કિલો ચોખા તથા ૧ કિલો ખાંડ આપવામાં આવે છે.

જયારે એનએફએસએલ યોજના હેઠળના રેશનકાર્ડ ધારકોને રાશન વિતરણ માટે હવે તારીખ જાહેર કરવામાં આવશે. આ માટે તા.રપ અથવા ર૬ મે ના રોજ અનાજ વતરણ કરાશે જે તારીખ હવે જાહેર કરાશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એપ્રિલ માસમાં જે રીતે અનાજ વિતરણ કરાયું હતું તે રીતે જ મે માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે.

રેશનકાર્ડના છેલ્લા અંકના આધારે તારીખ નકકી કરી વિતરણ કરાશે. એક-૧ માટે તા. ૧૭, ર માટે તા.૧૮, ૩ માટે તા.૧૯, ૪ માટે તા.ર૦ પ માટે તા.ર૧, ૬ માં તા.રર, ૭ માટે તા.ર૩, નં.૮ માટે તા.ર૪ અને ૯ માટે તા.રપ અને ઝીરો માટે ર૬ તારીખે અનાજ વિતરણ કરાશે. આજે વધુ ૪૧ નવી ટ્રેનો મારફત પર પ્રાંતિયોને તેમના વતન રવાના કરાયા છે. આજે ૬૪ હજાર શ્રમિકો સાથે કુલ ૫.૩૬ લાખ પરપ્રાંતિયોને તેમના વતન ટ્રેન મારફત મોકલાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.