લઘુ અને મધ્યમ ઉદ્યોગો અર્થતંત્રની કરોડરજ્જુ: નિતીન ગડકરી

નમસ્તે ઈન્ડિયા એક્ઝિબીશન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મેઈડ ઈન ઈન્ડિયાના ઉત્પાદનો માટેનું નમસ્તે ભારત પ્રદર્શન ખુલ્લુ મુક્યું

લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તેવું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજરોજ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે યોજાયેલા નમસ્તે ભારત પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે, આ પ્રદર્શન મેઈડ ઈન ઈન્ડિયાના ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે ૧૦ દિવસ સુધી ચાલશે. જેના માધ્યમથી સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરનાર ઉદ્યોગો પર પણ ધ્યાન આપી શકાશે.

મંત્રી નીતિન ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, અમે આયાત ઘટાડવા અને નિકાસને વધારવાની બાબતને પ્રાથમિકતા આપી રહ્યાં છીએ. વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થા એક ખુલ્લુ પ્લેટફોર્મ છે. જ્યાં ઉત્પાદનની ક્વોલીટી, કિંમત અને માર્કેટીંગના પાસાઓને ખુબજ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ તમામ ફેકટર નિકાસ સાથે જોડાયેલા છે. તેમણે મહિલા ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર પછાત અને આદિવાસી ક્ષેત્રોમાં વધુને વધુ રોજગાર આપવા માંગે છે. અમે મહિલા ઉદ્યોગ સાહસીકની ઓળખ સન્માન, સહાયતા અને સુવિધા આપવા માંગીએ છીએ. માટે અમે તેમને પ્રોત્સાહનો પણ આપી રહ્યાં છીએ. ખાદી ગ્રામદ્યોગના માધ્યમથી સરકાર ગામડાઓમાં ઈન્ડસ્ટ્રી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે તે ઉપરાત સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે પછાત વિસ્તારોમાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમે એવા ક્ષેત્રો ઉપર ધ્યાન દઈ રહ્યાં છીએ જ્યાં રોજગારી ઉત્પન્ન કરવા અને વિકાસની સંભાવનાઓ છે. ગરીબી હટાવવા માટે આ જ સરળ રસ્તો છે.

મેઈડ ઈન ઈન્ડિયા પ્રોડકટને વૈશ્ર્વિક સ્તરે પ્રમોટ કરવા ૧૦ દિવસીય આયોજન

નમસ્તે ભારત પ્રદર્શનનું આયોજન ભારતીય પ્રોડકટને વૈશ્ર્વિકસ્તરે પ્રમોટ કરવા માટે થયું છે. સીંગાપુરની મુખ્ય કંપનીના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦થી વધુ ભારતીય એક્ઝિબીટર્સ સામેલ થયા છે. કુલ ૧ લાખથી વધુ મેઈડ ઈન ઈન્ડિયા પ્રોડકટ મુકાય છે.

Loading...