Abtak Media Google News

દક્ષિણ-પશ્ર્ચિમમાં ચોમાસાના આગમનના પગલે નિશ્ર્ચિત તારીખ કરતા વહેલું દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વહેલુ આગમન થઇ ચુકયું છે. તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજયમાં ચોમાસાનું આગમન ૧પ અથવા ૧૬મી જુને તથા સૌરાષ્ટ્રમાં આગામી ૧૮મી કે ૧૯મી જુને થાય તેવી સંભાવના છે.

દક્ષિણ-પશ્ર્ચિમમાં ચોમાસુ વહેલું આવવાના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ વહેલું આગમનની થયું હોવાનું નિવેદન ભારતના હવામાન ખાતાના ગુજરાત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતના ચોમાસા બાદ મહારાષ્ટ્ર અને વલસાડમાં પણ વરસાદ  થવાની સંભાવના છે.

વરસાદી ઝાપટાની શરૂઆત ગુજરાતના કેટલાક સ્થળો અને સૌરાષ્ટ્રમાં પ્રારંભ થઇ ચુકયો છે. પરંતુ કચ્છમાં હજુ વરસાદ નોંધાયો નથી. સામાન્ય રીતે રાજયભરમાં ૧૫ કે ૧૬ જુને વરસાદનું આગમન ગુજરાતભરમાં થઇ જશે એવું હવામાન ખાતા દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદે તેની હાજરી નોંધાવી દીધી છે. ત્યારબાદ આગામી ચાર પાંચ દિવસમાં અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના ન હતી એવું જયંત સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ ઠંડા પવનો નિહાવ્યા છે. પરંતુ જોઇએ તેવો વરસાદ નિહાવ્યો નથી. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ નથી નોંધાયો ત્યારે શહેરમાં વરસાદ  ફંટાઇ ગયો હોવાનું પ્રિ-મોન્સુનમા નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં ૧૮મી કે ૧૯મી જુન સુધીમાં વરસાદ થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.