એસ.કે.પી. સ્કૂલના ધો.૯ના બાળકોને  મનોનાટક દ્વારા માર્ગદર્શન અપાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા

મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ એ “મનોનાટક દ્વારા બાળકોને માર્ગદર્શન” આપી એસ.કે.પી સ્કૂલના ધોરણ ૯,ના વિદ્યાર્થીઓને માર્ગદર્શક આપ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઉપકુલપતિ ડો. વિજય દેશાણી સાહેબે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.  ગુજરાતી ભવનના પ્રોફેસર અને ડો. જે. એમ ચંદ્રવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી ભવનના સેમિનાર હોલમાં  એસ.કે.પી સ્કૂલના ૧૮૦ વિદ્યાર્થીઓ, તેમના શિક્ષકો અને પ્રિન્સિપાલને જુદાજુદા પ્રકારની બચાવ પ્રયુકિતને સાંકળતા નાટકો થકી માર્ગદર્શન આપવામાં આવેલ. મિત્રોની અરસ, વાંચનમાં અરુચિ, મોબાઈલ ના લીધે અભ્યાસમાં મુશ્કેલી,  આક્રમકતા, પોતાના દોષનું આરોપણ બીજા પર કરવું, સંદેશા વ્યવહારની સમજૂતી, સફળતા માટે વ્યક્તિગત સ્વાર્થ ન રાખતા સર્વાંગી વિકાસમાં સહભાગી થવું, સ્પર્ધા દ્વારા જનરલ નોલેજ ની માહિતી, વડીલો, શિક્ષકો પ્રત્યેનો આદર અને રાષ્ટ્ર ભાવના કેળવાય તે માટે વિવિધ નાટકો દ્વારા તેમને માર્ગદર્શન આપ્યું. ભવનના અધ્યાપકો ડો. ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા, ડો. ભાગ્યશ્રી તેમજ  જાદવ તૌફીક તેમજ એમ. ફીલ ના વિદ્યાર્થીઓ દ્વારા નાટક તૈયાર કરાવવામાં આવેલ હતા.

ઉપકુલપતિ વિજયભાઈ દેશાણી એ જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ આપવાની નવી નવી ટેકનીક વિકસાવી છે તેમજ એસ.કે.પી સ્કૂલના પ્રિન્સિપાલ પણ પોતાના વિદ્યાર્થીઓને નવીન માહિતી આપવા ઉત્સુક છે ત્યારે બંને સંસ્થાના વડાઓ અને સમગ્ર સ્ટાફને અભિનંદન આપવા અનિવાર્ય છે. આ સમગ્ર કાર્યક્રમનો દોર વિદ્યાર્થીઓ એ સંભાળ્યો હતો. ડોબરીયા ભૂમિ, તૃષા ભેડા, લિંબસિયા તૃષા અને ચાવડા ફાલ્ગુની એ ધોરણ ૯,ના વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક સમજ આપી હતી.

Loading...