ઉપલેટામાં મોહદ્સિે આઝમ મીશન આયોજીત છઠ્ઠી સમૂહ શાદી સંપન્ન

72

૧૬ દુલ્હા-દુલ્હને નિકાહ પઢયા; ૯૧ ઘરવખરીની ચીજો ભેટમાં અપાઈ; મુખ્ય દાતા અને બેંગ્લોર સ્થિત ઉદ્યોગપતિ જૂનેદભાઈ વિધાણી પરિવારની ઉપસ્થિતિ

જુનેદભાઈ વિંધાણીનું સન્માન કરતા કાસમભાઇ પીંજારા :

સમીમબેન વિંધાણીનું સન્માન કરતા જાહિદાબેન તરીયા :

જુનેદભાઈ વિંધાણીનું સન્માન કરતા હાફિઝ ઈરફાનબાપુ :

જુનેદભાઈ વિંધાણીનું સન્માન કરતા હાજીભાઇ તરીયા :

ઉપલેટામાં મુસ્લીમ સમાજની સેવાભાવી સંસ્થા મોહદિસે આઝમ મિશન કમિટી દ્વારા છઠ્ઠી સમુહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ. તેમા ૧૬ દુલ્હાઓએ નિકાહ પઢી હતી.

શહેરમાં મોહદિસે આઝમ મિશન દ્વારા ગાભા બજારમાં છઠ્ઠી સમુહ સાદીનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ સવારે સાત વાગે સમૂહ સાદીમાં ભાગ લેનારત મામ ૧૬ દુલ્હા દુલ્હનનું ભવ્ય વરઘોડા સાથે સ્વાગત કરવામાં આવેલ હતુ.

સમુહ શાદીમા તમામ ૧૬ દુલ્હા દુલ્હનને આ શાદીના મુખ્ય દાતા બેંગ્લોર સ્થિત ઉદ્યોગપતિ ઝુનેદભાઈ કયુમભાઈ વિધાણી પરિવાર હાજરીમાં મુખ્ય મહેમાનો પીરે તરીક સૈયદ અબામુઝમીલ બાપુ, સૈયદ બાંદુ બાપુ કલારીયાલ, સૈયદ દાદાબાપુ ઉપલેટા, સૈયદ દાદાબાપુ, ઝલદીશાપીર, સજાદ બાપુ સૈયદ, બબલુબાપુ સૈયદ ઈમરાન બાપુ કેરોસીન વાળા, મગહુમ બાપુ સૈયદ, ઈરફાન બાપુ સૈયદ, હારીફ ઈરફાન બાપુ સૈયદ, અબ્ઝલ બાપુ કેરોસીન વાળાની ઉપસ્થિતિમાં મૌલાના હાફીઝ ઈરસન સૈયદ તેમજ ફેઝુનમાં સૈયદ દ્વારા નિકાહ પઢાવાઈ હતી. આ સમૂહ સાદીમાં ભાગ લેનાર તમામ ૧૬ દુલ્હનોને ઘર ઉપયોગી સેટી પલંગ, મિકસર, ગેસનો ચુલો, પંખો, એશી બ્લેનકેટ , કબાટ, ગાદલા, ખુરશી, બ્લેન્ડર, ઘડીયાર સહિત નાની મોટી ૯૧ ચીજ વસ્તુઓ જેનીકિંમત અંદાજે ૫૧ હજારની ભેટ આપવામાં આવી હતી આ સમુહ શાદીમાં ૧૫૦૦ ભાઈ બહેનોએ સમુહ ભોજનમાં ભાગ લીધો હતો.

આ સમુહ શાદીમાં શાદીના મુખ્ય દાતા જુનેદભાઈ કયુમભાઈ વિધાણી સમીમબેન કયુમભાઈ વિધાણી, સમસ્ત મેમણ જમાતના પ્રમુખ હનીફભાઈ કોડી, હાજીકરીમભાઈ ભાલુ, હાજીભાઈ શિવાણી, જાવીદભાઈ પટેલ, રસીદભાઈ શિવાણી, અગ્રણી સોની વેપારી દિલીપભાઈ ધધડા સહિત હિન્દુ મુસ્લીમ આગેવાનો હાજર રહ્યા હતા.

આ સમૂહ શાદીને સફળ બનાવવા મોહદ્સિ આઝમ મિશન ઉપલેટા બ્રાંચના પ્રમુખ કાસમભાઈ પિંજારા, ઉપપ્રમુખ હાજીભાઈ તારીયા, અલ્તાફભાઈ ધામીયા, અનિશભાઈ ચણા, મહમદભાઈ પિંજારા, એજાજ બરકાદી, મુનીરભાઈ તરીયા,અયુબભાઈ સિપાઈ, ઈમરાનભાઈ કુરેશી, રહીમભાઈ લોહાની, જુલાનીબાપુ, રજાકભાઈ ચૌહાણ, હમીદભાઈ શેખ, ફારૂકભાઈ રાઝા, અરબાજભાઈ, ફેઝલભાઈ હૂશેનભાઈ, નવાઝભાઈ, અહમદભાઈ, મર્યાદિતભાઈ કાસમભાઈ અબ્દુલભાઈ સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.

Loading...