સૌરાષ્ટ્રમાં કફર્યું ભંગ કરતા ૫૦ પકડાયા

63

ચા-પાન અને ફરસાણના વેપારીઓ સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો; જૂનાગઢ, જામનગર અને પાલીતાણામાં ૩૦ની ફકર્યું ભંગના ગુનામાં ધરપકડ

કોરોના વાયરસની મહામારી વધુ વકે નહી તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી કરફર્યુ જાહેર કર્યો હોવા છતાં કરફર્યુનો ભંગ કરી ચા, પાન અને ફરસાણના વેપારીઓ પોતાની દુકાનો ચાલુ રાખી હોય તેવા અને કલમ ૧૪૪નો ભંગ કરી ચારથી વધુ એકઠા થઇ જાહેરમાં રખડતા સૌરાષ્ટ્રના કુલ ૫૦ સામે જાહેરનામાભંગના ગુના નોંધી ધરપકડ કરાઇ છે. જેમાં રાજકોટના ૨૦ જેટલા શખ્સો અને જામનગર, જૂનાગઢ, પાલિતાણા અને ટંકારાના ૩૦ શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી જાહેરનામાને અસરકાર બનાવ્યું છે. કોરોના વાયરસના ગુજરાતમાં પોઝિટીવ કેસની સંખ્યામાં ઉતરોતર વધારો થતા જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત મુજબ હાલ દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન તો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હોય છતા રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતો ધવલ નિલેશ પારેખ નામનો શખ્સ કરણપરા મેઈન રોડપરથી બાઈક લઈ નીકળતા પોલીસે અટકાયત કરી હતી જયારે અન્ય એક બનાવમાં કરણપરા મેઈનરોડ પર ચામુડા ફરસાણ નામન દુકાન ચાલુ રાખતા તેના માલીક બીપીન લીલાધર દસાણી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જયારે ભગવતીપરામાં પરસોતમ પાર્ક શેરી ૪માં આફતાબ જલાલુદીન મન્સુરી, આદીલ મહમદ આરબ સરવદી, રૂસ્તમ મહમદ અલી શેખ મન્સુરી, મહમદ અલી ઉમરઅલી શેખ , મન્સુરી નામના ચારેય શખ્સો જાહેરમાં સુલેહ શાંતીનો ભંગ કરી બખેડો કરતા હોય પોલીસે ચારેયની ધરપકડ કરી છે.

હસનવાડી મેઈન રોડ પર કોઈ કારણ વગર ઘરની બહાર નીકળતા રોડ પર ચકકર મારવા નીકળતા વિપુલ જેન્તી મકવાણા અને મનીષ જેન્તીપી પોલીસે ધરપકડ કરી છે.

જયારે ઢેબર રોડ પર અટીકા ફાટક પાસે હાર્દિકક બીપીન રત્નોધર નામનો શખ્સ રોડ પર ચકકર મારવા નીકળતા પોલીસે અટકાયત કરી છે. ગાયત્રીનગરમાં રહેતો કરણ ધર્મેશ સોલંકી નામનો શખ્સ હુડકો રોડ પર ચકકર મારવા નીકળત પોલીસે અટકાયતકરી છે. જયારે આનંદનગર કોલોનીમાં રઘુવીરસિંહ અમુભા ચુડાસમા રોડ પર ફરવા નીકળતા પોલીસે અટકાયત કરી છે.

ગાયત્રીનગર મેઈનરોડ પર જાહેરમાં પાન, માવા, વેચતા સંજય હરેન્દ્ર બાબરીયા, અને ચેતન કેશવજી રાઠોડ નામના બે શખ્સોની ધરપકડ કરી છે.

રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીમાં દુકાન ખૂલી રાખતા મયૂર પ્રવિણક ધધલની અટકાયત કરી છે.

જયારે રણુજા મંદિર પાસે ચારથી વધુ લોકો એકઠા થતા લલીત હંસરાજ, મહેશ ગોવિંદ, અશ્ર્વીન હીરા, ગોવિંદ બચુ સહિત ચારની પોલીસે અટકાયત કરી છે જયારે કોઠારીયા ચોકડી પાસે ચાર માણસો ભેગા થતા અટકાયત કરવામાં આવી છે. જયારે જજત પાપડ પાછળ આવેલી તીરૂપતી બાલાજી પાર્કમાં છ સખસો ભંગ થતા અટકાયત કરવામાં આવી છે.

જયારે અન્ય પોલીસ મથકના સ્ટાફ ઘરની બહાર કોઈ કારણ વગર નીકળતા અને વેપારીઓ દુકાનો ખૂલી રાખી વેપાર કરતા ૨૦ થી વધુ લોકોની અટકાયત કરી પોલીસે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે.

પાલીતાણામાં દુકાન ખૂલ્લી રાખતા બે વેપારી સામે કાર્યવાહી

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજય સરકાર તથા ભારત સરકાર દ્વારા લોક ડાઉનનો આદેશ કરવામાં આવ્યો હોય છતા પાલીતાણામેઈન બજારમાં આવેલી મહાળક્ષ્મી ફરસાણ નામની દુકાન તેના માલીક પુનીત યોગેશ સમડીયા નામના વેપારીએ ખૂલી રાખી સરકારના જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં પાલીતાણામેઈન બજારમાં દોસ્તી પાન માવાની દુકાનના માલીક રફીક મહમદ ડેરેયા તથા અકરમ રફીક ડેરેયા નામના બંને વેપારીઓએ પોતાની દુકાન ખૂલ્લી રાખી પાન માવાનું વેચાણ કરતા તેની સામે જાહેરનામા ભંગનો કેસ કરી પોલીસે ધરપકડ કરી છે.

જામનગરમાં ચારથી વધુ લોકો ભેગા થતા અટકાયત

જામનગરમાં પવન ચકકી સર્કલ પાસે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ચારથી વધુ લોકો ભેગા થતા અર્જીન જેઠાનંદ નેભાણી, રાજેશ કિશોર કાલાવડીયા, કાના ભીમા, સહિત બાર શખ્સોની પોલીસે અટકાયત કરી છે. જયારે પાંચ હાટડી પાસે ચારથી વધુ લોકો અનધીકૃત એકઠા થયા હોવાથી પોલીસે છ શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધણી છે. જયારે ખોડીયાર કોલોની ચાર રસ્તા પાસે ચારથી વધુલોકો ભેગાથતા છ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જયારે પોલીસ હેડ કવાટર પાછળ સરલાબેન ત્રીવેદી આવાસ યોજના કવાર્ટર પાસે અરવિંદ જેરામ ભદ્રા નામના વેપારીએ પોતાની બેકરી ખૂલ્લી રાખતા પોલીસે તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે. જયારે જોડીયાના મેઘપર ગામે મનસુખ દેવરાજ ચાવડા નામનો શખ્સ પોતાની પાન બીડીની દુકાન ખૂલ્લી રાખી ચારથી વધુ લોકોને એકઠા કરી વેપાર કરતો હોવાથી પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

નાનીવાવડી ગામે કોરોન્ટા,નનું બોર્ડ લગાવતા હેલ્થ વર્કર પર હૂમલો

બોટાદમાં રહેતો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાસે મલ્ટી પરપઝ હેલ્થ તરીકે નોકરી કરતો હાર્દિકસિંહ અજીતસિંહ રાઠોડ અને સહકર્મી હમીર મહમદ લતીફ ભાઈ માંકડ સહિતનાબંને યુવાનો રાણપૂર તાલુકા નાની વાવડી ગામે હાલની કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા ઘરની બહાર કોરોન્ટાઈનનું બોર્ડ લગાવતા હતા ત્યારે સુરેશ રૂપા ચાવડા, અને મુકેશ રૂપા ચાવડા નામના બે શખ્સોએ પોતાના ઘરની બહાર બોર્ડ લગાવવાની ના કહી ઝઘડો કરી બંને યુવાનોને ધમકી આપી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતા તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ટંકારાના પાંચ દુકાનદારો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

વડાપ્રધાને સમગ્ર દેશમાં લોડાઉન જાહેર કર્યુ છે. તેમજ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક અમલવારી કરવાનુ જાહેર કર્યુ છે. તો પણ ટંકારા તાલુકાના પાંચ દુકાનદાર વેપાર કરતા હોવાથી પોલીસે જાહેરનામા ભંગના ગુના હેઠળ મહિલા ફોજદાર એલ. બી. બગડા અને પોલીસ ટિમ દ્વારા ટંકારા તાલુક ના પાચ દુકાનદાર વિરોધ કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે.

જેમા હડમતીયાના બટુક શામજી ખાખરીયા, નેકનામના ગિરધર ગણેશ લોરીયા, રોહીશાળાના વાલજી મકન ચંદ્રાલા, નશિતપરના રાજેન્દ્ર હરજીવન કડીવાર, નાના ખીજડીયાના અકબર હાસમ ઉઠમણા સામે ગુન્હો નોંઘી કલમ ૧૮૮ મુજબ અટક કરી છે.

આ આરોપીઓએ ગુનો કર્યા બાદ બચાવ માટે રાજકીય આગેવાનોને ભલામણ કરવા આકડા ધુમેડયા હતા ત્યારે તમામ આગેવાનો એ રીતસરનો ઉધડો લઈ પોલીસની કામગીરી બિરદાવી હતી.

જૂનાગઢ

જૂનાગઢ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના પગલે લાદવામાં આવેલા જાહેરનામાનો ઉલાળિયો કરી રસ્તા ઉપર નીકળી પડેલા અને દુકાનો ખુલ્લી રાખીને બેઠેલા લગભગ ૪૦ થી વધુ શખ્સોને પોલીસે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોક ડાઉન નું સખતાઈથી પાલન થાય તે માટે આપેલા આદેશ અનુસાર જૂનાગઢના વિભાગીય પોલીસ વડા પ્રદીપ સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોના પોલીસ અધિકારીઓ દ્વારા શહેરમાંથી ૩૩ શખ્સોને જાહેરનામાનો ભંગ કરવા બદલ પકડી પાડ્યા હતા.

આ સિવાય ભેસાણ માંથી ૧ માણાવદર માંથી ૧ માળિયામાંથી ૧ અને કેશોદમાંથી ૧ શખ્સને જાહેરનામાનો ભંગ કરતા પકડા યા હોવાનું પોલીસ તંત્ર માંથી જાણવા મળેલ છે.

Loading...