શિક્ષણ સમિતિની શાળામાં ‘સ્ટડી ફ્રોમ હોમ’ પ્રોજેકટમાં ૮૮ શાળાના ૮૮૯ શિક્ષકો જોડાયા: કોરોના વિશે સમજણ આપી

100

ધો.૧ થી ૨નાં શિક્ષકોએ ૧૬૮૪૧ વાલીઓને લોકડાઉનના સઘન અમલ વિશે ટેલીફોનીક સમજ આપી, ૧૫૩૬૩ વાલીઓને સ્ટડી મટીરીયલ મોકલી છાત્રોને ‘ઘેર’ સ્વઅધ્યન કરાવ્યું

દેશમાં નકોરોનાથ મહામારીને નાથવા માટે સરકારશ્રી દ્વારા શાળા-કોલેજ બંધ કરવાના નિર્ણય સાથે ૨૪ તારીખથી લોક ડાઉનનો કડક અમલ થતા શાળા છાત્રોને રજા જેવો માહોલ થઈ ગયો. સરકારશ્રીએ માસ પ્રમોશન આપતા તથા નવા શૈ. સત્ર જૂનથી શરૂ કરવાના પગલે બાળકોનાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણ વિભાગે વિવિધ આયોજનો હાથ ધરીને છાત્રોને સતત ઘેર બેઠા પણ શિક્ષણ સાથે જોડી રાખ્યા છે.

રાજકોટ કોર્પોરેશનની તમામ સરકારી પ્રાથમિક શાળાના બાળકો હાલની આ વિકટ પરિસ્થિતિમાં પોતાના ઘરેથી નસ્ટડી ફોર્મ હોમથ પ્રોજેકટ અંતગર્ત ઘર બેઠા અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકો બાળકોને સોશ્યલમિડિયા-વોટ્સએપ વડે સ્ટડી મટીરીયલ મોકલી જરૂરી માર્ગદર્શન આપી બાળકોનાં આ સમયનો અભ્યાસ કેન્દ્રો ઉપયોગ કરી રહ્યા છે.

બાળકો પોતાને ઘેર બેઠા આ સ્ટડી મટીરીયલના આધાર પોતાના ઘેર જ ભણી રહ્યા છે. આપ્રોજેકટમાં શિક્ષક દ્વારા વાલીને ફોન કરવામાં આવે છે. અને શિક્ષકો દ્વારા વાલીઓને લોકડાઉનના સઘન અમલ અને કોરોના વિષે ટેલીફોનીક સમજ આપી સમાજ જાગૃતિ લાવવાના પ્રયાસો પણ પ્રવર્તમાન સમયમાં શિક્ષણ સમિતિની શાળા શિક્ષકો કરી રહ્યા છે.

શિક્ષણ સમિતિની ૮૮ શાળામાં ધો.૧.૨ તથા ધો.૩ થી ૮ના છાત્રોની આવરી લઈને ૮૮૯ શિક્ષકો જોડાઈ ને કાર્ય કરી રહ્યા છે.તેમણે ધો.૧.૨ના ૧૬૮૪૧ વાલીઓનો સંપર્ક કરીને કોરોના અને લોકડાઉનના અમલ વિષે ટેલીફોનીક સમજણ આપી છે. આ ઉપરાંત ૧૫૨૬૩ વાલીઓને નસ્ટડી ફોર્મ હોમથ અંતર્ગત સ્ટડી મટીરીયલ મોકલીને ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ અંગેનું નિયત પત્રકમાં નોંધ કરીને યુ.આર.સી. મારફત સર્વ શિક્ષા અભિયાનને મોકલવામાં આવેલ છે. સમગ્ર પ્રોજેકટમાં તમામ વોર્ડ વાઈઝ શાળા જૂથનાં સી.આર.સી. તથા ઝોન વાઈઝ યુ.આર.સી. એ શાસનાધિકારીનાં માર્ગદર્શન તળે કાર્ય કર્યું હતુ.

નકોરોનાથ મહામારીથી આવી પડેલ આફતમાં સમયમાં નસ્ટડીર્મ હોમથ દ્વારા પોતાના શૈક્ષણીક કાર્યમાં જોડાયેલા રહે તેવા સુંદર પ્રયાસો શિક્ષણ સમિતિની શાળાનાં શિક્ષકોએ કરેલ છે.

આ પ્રોજેકટમાં ધો.૧ થી ૮ છાત્રોને ઈ-બુક સુવિધા પણ આપવામાં આવેલ છે. આ અધ્યન કાર્ય નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું તથા તેનું સતત મોનીટરીંગથી છાત્રો ને આ પ્રોજેકટથી સતત કાર્યરત રાખ્યા હતા.

શિક્ષણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે અબતક સાથેની વાતચીતમાં જણાવેલ છે કે આ સમયમાં અમારી તમામ શાળાનાં શિક્ષકો દ્વારા સોશ્યલ મીડીયા માધ્યમથી વાલી-છાત્રો સાથે સતત સંપર્કમાં રહી ને તેમાં આવનારા શિક્ષણ માટે તથા દ્રઢીકરણ લેખન પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ સંબંધીત કાર્યરત રાખીને પ્રોજેકટ અમલ કરી રહ્યા છે. આ પ્રોજેકટમાં તમામ વાલીઓ શિક્ષકોનો શ્રેષ્ઠ સહયોગ મળી રહ્યો છે.

Loading...