Abtak Media Google News

રૂ.૨.૪૭ લાખની ૮૨૮ બોટલ વિદેશી દારૂ-બિયર અને રૂ.૬૦ હજારની રિક્ષા મળી રૂ.૩ લાખનો મુદામાલ કબ્જે

શહેરના ઘશ્યામનગર, કુબલીયાપરા, માલીયાસણ ચોકડી પાસે, વિનાયકનગર, રાધામીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂ અંગે દરોડા પાડી બે મહિલા સહિત ૧૦ની રૂ.૨.૪૭ લાખની કિંમતના ૮૨૮ બોટલ વિદેશી દારૂ અને બિયર સાથે ધરપકડ કરી રૂ.૬૦ હજારની કિંમતની રિક્ષા કબ્જે કરી છે.

કોઠારિયા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતો સિકંદર ઉર્ફે સિકો ગની પીંજારા નામના શખ્સને રૂ.૯ હજારની કિંમતની ૧૮ બોટલ વિદેશી દારૂ ભક્તિનગરના એએસઆઇ ઇન્દુભા રાણાએ ધરપકડ કરી છે. જ્યારે ઘનશ્યામનગરની રીટાબેન કરણાભાઇ સોલંકી અને નિતાબેન રાજેશભાઇ સોલંકી તેમજ રવિ હકા કોળી નામના શખ્સોને રૂ.૨૪ હજારની કિંમતના બિયરના ૨૪૦ ટીન સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ અને ભરતભાઇ વનાણી સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

કુબલીયાપરાના નિલેશ કિશન પરમાર અને અશ્ર્વિન ઉર્ફે પઢો કિશન નામના શખ્સોને રૂ.૩૯ હજારની કિંમતની ૧૩૨ બોટલ વિદેશી દારૂ સાથે પી.એસ.આઇ. જે.કે.ગઢવી સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

કોઠારિયા રોડ પર આવેલા જયનગરના વલ્લભ નાજા ચાવડા અને વલ્લભ મીઠા જાદવ નામના શખ્સોને કુવાડવા રોડ પર માલીયાસણ ચોકડી પાસેથી રૂ.૫૪૦૦ની કિંમતની ૧૮ બોટલ વિદેશી દારૂ સાથે હેડ કોન્સ્ટેબલ જયંતીભાઇ ગોહેલે ધરપકડ કરી રૂ.૬૦ હજારની કિંમતની રિક્ષા કબ્જે કરી છે.

વિનાયકનગરમાં આવેલા અવધ મંડપ સર્વિસના ડેલામાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી. એસ. આઇ. આર. સી. કાનમીયા,  જગમાલભાઇ ખટાણા અને મયુરભાઇ પટેલ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૧.૬૩ લાખની કિંમતની ૪૦૮ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન મહાવીરસિંહ ઉર્ફે માવલો પરમાર ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.

કોઠારિયા રોડ પર રહેતા રહેતા ગૌતમ દેવાયત જળુ નામના શખ્સને રાધામીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી રૂ.૬,૪૦૦ની કિંમતની ૧૨ બોટલ વિદેશી દારૂ સાથે ડીસીબીના પી.એસ.આઇ. એમ.બી.જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી રૂ.૧૫ હજારની કિંમતનું બાઇક કબ્જે કર્યુ છે. તેની પૂછપરછ દરમિયાન જંગલેશ્ર્વરના તૌફિક ઉર્ફે બાઘો ઉમરેઠીયા નામના શખ્સ પાસેથી દારૂની ખરીદી કર્યાની કબૂલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.