Abtak Media Google News

સિક્કાના પી.એસ.આઈ. સહિત ત્રણે ઓવરલોડ અને પાર્કિંગના મુદ્દે હેરાન ન કરવા રૂ.૫૦ હજાર લાંચ લીધી

રાજય સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓને જેલના સળીયા પાછળ ધકેલવા કડક હાથે કામ લેવા લાંચ રૂશ્વત શાખાને આપેલા આદેશને પગલે રાજયમાં એક જ દિવસમાં છ સ્થળે એસીબીના છટકામાં મામલતદાર અને પીએસઆઈ સહિત ૧૩ અધિકારીઓ લાંચ લેતા એસીબીના સકંજામાં સપડાતા લાંચીયા કર્મચારીમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાજકોટ એસીબી એકમના નવનિયુકત નિયામક એચ.પી.દોશીએ ચાર્જ સંભાળતાની સાથે જામનગરના સિક્કા પોલીસ મથકના પી.એસ.આઈ. અને બે કોન્સ્ટેબલ રૂ.૫૦ હજારની લાંચ લેતા ઝડપાતા જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ મથકના પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા ઓવરલોડ અને પાર્કિંગ સહિતના મુદ્દે હેરાન નહીં કરવા ટ્રાન્સપોર્ટ સંચાલક પાસે લાંચ માંગતા જે અંગે ટ્રાન્સપોર્ટ સંચાલકે લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કરતા એસ.બી.એ છટકુ ગોઠવ્યું હતું. લાંચ રૂશ્વત શાખાએ ગોઠવેલા છટકામાં જામનગરની જી.જી.હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે પીએસઆઈ સંજય કાનજી મહેતા, હેડ કોન્સ. દિનેશ નથુ મકવાણા અને હસમુખ મનસુખ તરૈયા ટ્રાન્સપોર્ટ સંચાલક પાસેથી રૂ.૫૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ એલસીબીના નવનિયુકત મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ એમ.બી.જાની સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.