Abtak Media Google News

દ્વારકેશ ગ્રુપ અને સમન્વય ફાઉન્ડેશન આયોજીત કથાનું પૂ. દ્વારકેશલાલજી મહારાજ સંગીતમય શૈલીમાં કરાવશે રસપાન

દ્વારકેશ ગ્રુપ તથા સમન્વય ફાઉન્ડેશનના ઉપક્રમે ભ્રમરગીત રસામૃતમ કથાનું આયોજન તા.૨૫થી ૩૧ જાન્યુ. કરવામાં આવેલ છે. રાજકોટનાં ૧૫૦ ફૂટ રીંગરોડ, બાલાજી હોલની પાછળ ધોળકીયા સ્કુલની બાજુમાં વ્રજભૂમિ ખાતે શહેરમાં પ્રથમ વખત ભ્રમરગીત રસામૃતમ કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જે અંગે વિગત આપવા આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી.

કથાની શ‚આત પોથીયાત્રા દ્વારા કરવામાં આવશે પોથીયાત્રા વિઠ્ઠલભાઈ ભાલાળાના દિવાસેથી બપોરે ૨ વાગ્યે કથા સ્થળે જશે. ત્યારબાદ પૂ. પ્રમોદકુમારમ હારાજ દ્વારા દીપ પ્રાગટય કરી કથાનો પ્રારંભ કરવામાં આવશે. આ કથામાં જગદગુરૂ વલ્લભાચાર્ય પ્રાગટયપીઠમાં ગૃહાધિપતિ દ્વારકેશલાલજી મહારાજ દ્વારાસ સ્વમુખે સંગીતમય શૈલીમાં કથા રસપાન કરાવવામાં આવશશે. દરરોજ બપોર ૩ થી ૭ કથા ઉપરાંત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામા આવેલ છે. કથા દરમિયાન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીનું વિશેષ અભિવાદન કરાશે.તેમજ વિવિધ ક્ષેત્રનાં મહેમાનો અને સંતો ઉપસ્થિત રહેનાર છે વ્રજ ભકતોનો અલૌકિક વિરહનો અનુભવ કરવા તેમજ વ્રજ ભકતોનાં દિવ્ય પ્રેમરસને મહાલવા દ્વારકેશ ગ્રુપ તથા સમન્વય ફાઉન્ડેશન દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આયોજનને સફળ બનાવવા ગોરધનભાઈ ગજેરા, કાંતીલાલ ભૂત, લક્ષ્મણભાઈ સાવલીયા, મનસુખભાઈ સાવલીયા, મનસુખભાઈ સાવલીયા, નરેશભાઈ નારીયા, નવનીતભાઈ ગજેરા, વીરજીભાઈ પરસાણા, વિઠ્ઠલભાઈ ભાલાળા, વિઠ્ઠલભાઈ ધડુક, માધવભાઈ ફીચડીયા, ભરતભાઈ સંચાણીયા, હરિભાઈ બાલધા, પ્રફુલભાઈ સંઘાણી, ડી.કે. એમ. જોષી, જેરામભાઈ વાડોલીયા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શાસ્ત્રી ભાવેશભાઈ પ્રેરિત ૪૦ કલાકારો દ્વારા બાલકૃષ્ણની લીલા ‘મેરો રંગે રસીયો સાવરીયો’ નાટીકા રજૂ કરવામાં આવશે. તેમજ મનસુખભાઈ ખીલોરીવાળા અને સાથીવૃંદ દ્વારા સાહિત્ય અને હાસ્યની ડાયરામાં રમઝટ બોલાવામાં આવશે. અને શ્રી કૃષ્ણની નિત્યલીલાલના દરરોજ દર્શન કરાવવામાં આવશે. આ ઉપરાંત ઢાઢી લીલા તેમજ રાસનું પણ આયોજન કરવામાં વેલ છે આ ઉપરાંત સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ પણ રાખવામાં આવેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિશેષ અભિવાદન અને સન્માન કરવામાં આવશે. રાજકોટની સેવાભાવી સંસ્થા દ્વારકેશ ગ્રુપ તેમજ સમન્વય ફાઉન્ડેશન સાથે જોડાયેલી ૫૧ જેટલી સોસાયટીઓ દ્વારા મુખ્યમંત્રીને સન્માનીત કરશે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરા, રાજયનાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, બાવકુભાઈ ઉંઘાડ, ધનસુખભાઈ ભંડેરી, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, પુષ્કરભાઈ પટેલ, હંસરાજભાઈ ગજેરા, નિતિનભાઈ ભારદ્વાજ, ડી.કે. સખીયા, કમલેશભાઈ મીરાણી, બાનલેબના મૌલેશભાઈ ઉકાણી, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ડી.પી.એમ. ડોબરીયા તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી. મહંત ભકિતરામ બાપુ અને પ્રમાેદકુમાર મહારાજ તેમજ વલ્લભ કુળના અન્ય બાલકો પધારી આર્શીવચન પાઠવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.