Abtak Media Google News

કોરોના મહામારીના કારણે આગામી કેન્દ્રીય બજેટ મહત્વનું સાબિત થશે. કેદ્ર સરકારે આત્મનિર્ભર ભારત માટેની યોજના ચલાવી છે, જેમાં ઉત્પાદન અને નિકાસ ઉપર જોર આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વૃદ્ધિ અને આવક વધારવા માટે પણ પ્રયત્નો થશે. જેથી કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન અને રાજ્યોના નાણા મંત્રીઓ વચ્ચે તાજેતરમાં એક બેઠક મળી હતી આ બેઠક ઐતિહાસિક હતી. આ બેઠક દરમિયાન કોરોના કાળમાં કેન્દ્ર સરકારે રાજ્યોને કરેલી મદદ માટે પણ નાણાપ્રધાન ઓએ આભાર માન્યો હતો. વિકાસ, રોકાણ રિસોર્સની જરૂરિયાત અને ફિસકલ પોલિસી અંગે નાણાપ્રધાનોએ પોતાના વિચાર રજુ કર્યા હતા. બજેટ પહેલા નાણામંત્રીએ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે ૧૫ વર્ચ્યુઅલ બેઠકો કરી છે. રાજ્યોના નાણાપ્રધાન સાથેની બેઠક ૧૬મી હતી. અત્યાર સુધીમાં બજેટ પહેલા આવી કવાયત હાથ ધરાઈ હોય તેવું પ્રથમવાર બન્યું છે. જેથી આ બેઠક ઐતિહાસિક હતી.

નાણાંપ્રધાન નિર્મળા સીતારામન નાણાકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટને લઈને વિવિધ સેક્ટરના કેડર સાથે બજેટ પૂર્વ ચર્ચા (pre-budget Discussion) કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ઇતિહાસમાં પ્રથમવાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી “નિર્મળ” બજેટ રજૂ કરવા અર્થતંત્રના વિકાસ-વૃદ્ધિને લઈ મહત્વની ચર્ચા કરી હતી.

અગાઉ દેશના ટોચના ઉદ્યોગકારો, બજાર નિષ્ણાંતો અને સોશલ સેક્ટરના નિષ્ણાતો સાથે બજેટ પૂર્વ ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.