Abtak Media Google News

મહિલા વિકાસ ક્ષેત્રે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો નવતર પ્રયોગ

પ્રાયોગિક ધોરણે જિલ્લાના ૩૦ સ્વસહાય જુથો ૩૦૦ બહેનોને લાભ મળશે

રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ અને નવીન પ્રયોગનું સર્જન કરી રહી છે. જેને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની એન.આર.એલ.એમ યોજના તળે “મિશન મંગલમ યોજના અંતર્ગત જિલ્લાની સ્વસહાય જુથોની બહેનો પરંપરાગ વ્યવસાયમાંથી નવીનિકરણ સાથે આર્થિક ઉપાર્જન કરી શકે તેવા હેતુસર શાકભાજી પાકોનું ધરુ ઉછેર એટલે કે નર્સરી ઉછેર કેન્દ્ર બનાવવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શાકભાજીના ધરું ખેડૂતોને વેચાણ કરીને આજીવીકા મેળવી શકશે.

આ નવતર પ્રયોગ વિશે મિશન મંગલમ યોજનાના આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજરશ્રી સરોજબેન મારડીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે,”સ્વસહાય જુથની બહેનો પરંપરાગત વ્યવસાય એટલે કે ખેતી દ્વારા ગામમાં જ ટકાઉ આજીવિકા મેળવી શકે તેવા અભિગમ સાથે તાલુકા કક્ષાએ સ્વસહાય જુથોને શાકભાજી નર્સરી ઉછેર કેન્દ્ર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં ગ્રામ સંગઠનને આપવામાં આવતા કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડમાંથી રોકાણ કરીને બહેનો આજીવિકા મેળવીને સ્વાવલંબી બની શકે.

હાલમાં જિલ્લાના ૩૦ સ્વ સહાય જુથોની ૩૦૦ બહેનોને પ્રાયોગિક ઘોરણે નર્સરી ઉછેર કેન્દ્રનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા નિશ્ચિત કરેલ ૨૦ ગુંઠા અને ૧૦ ગુંઠા જમીનની ફાળવણી કરવામાં આવશે. આ જમીનમાં રીંગણ, મરર્ચી, ટમેટા, કોબીજ જેવા શાકભાજીના રોપા ઉછેરીને તેનું વેચાણ કરીને બહેનોને આજીવીકા મેળવશે તેમ સરોજનબેન મારડીયાએ  જણાવ્યું હતું.

શાકભાજી નર્સરી ઉછેર કેન્દ્રની નવી પહેલથી મહિલાઓની આજીવીકા પ્રાપ્ત તો થશે સાથો સાથ આ કેન્દ્ર સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોને પણ બળ મળી રહેશે. શાકભાજીના વાવેતર વિસ્તાર વધતા ગામમાં જ પ્રોસેસિંગ યુનિટ, મુલ્યવર્ધનને લગતા ઉદ્યોગો ઉભા થશે. આ પરથી સાબિત થાય છે કે સંવેદનશીલતાને સાથે દૂરંદેશી સાથે કામ કરતી રાજ્ય સરકારના સૌના હિતને વરેલી સરકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.