Abtak Media Google News

દોઢ લાખ વોલ્ટની સાઉન્ડ સીસ્ટમ, ચુસ્ત સુરક્ષામાં ૩૦૦૦ થી વધુ બહેનો ગરબે ઘુમી: દરરોજ ૩૦ જેટલા ઈનામોની વણઝાર

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ નવરાત્રી મહોત્સવ સાઉથ ઝોન દ્વારા શેઠ હાઈસ્કૂલ ખાતે સર્વજ્ઞાતિની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારીક માહોલમાં બહેનો અવનવા વેશમાં ઝુમી ઉઠી હતી. આ નવરાત્રી મહોત્સવમાં દોઢ લાખ વોલ્ટની અતિઆધુનિક સાઉન્ડ સીસ્ટમ તેમજ ચુસ્ત સિક્યોરીટી વચ્ચે બહેનો ગરબે ઘુમી હતી.

સાઉ ઝોન આયોજીત ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં સીંગર તરીકે વિશાલ વરુ, બસીર પાલેજા, મનીષા પ્રજાપતિ અને રીધમ તરીકે રવી સાનીયાએ બહેનોને મનમુકીને ઝુમાવ્યા હતા. ગ્રાઉન્ડ પર રાસ ગરબાનું લાઈવ ટેલીકાસ્ટ લોકો નિહાળી શકે તેવી વિશાળ એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી મહિલા સ્વયંસેવકો અને સિક્યોરીટીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ખોડલધામ સાઉથ ઝોન ટીમના આગેવાન ચેતનભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી ખોડલધામ નવરાત્રી મહોત્સવ સાઉથ ઝોન સર્વજ્ઞાતિ મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. ખાસ તો આ પાછળનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવાનો છે. નવે-નવ દિવસ ૩૦૦૦ થી વધુ સર્વજ્ઞાતિની બહેનો ગરબે ઘુમે છે અને દરરોજ ૩૦ જેટલી ગીફટો અને ખાસ મેગા ફાઈનલમાં લાખેણા ઈનામોની વણઝાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.