સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન આયોજીત એજયુકેટ ટુ ગ્રેજયુએટ લોન સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ સંપન્ન

59

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આર્થિક જ‚રિયાતમંદ, અભ્યાસમાં તેજસ્વી ક્ધયાઓને ઉષાબેન જાની ક્ધયા વિદ્યોતેજક સ્કોલરશીપ વિતરણનો તેમજ ધો.૧૨ સુધીનો અભ્યાસ કર્યા બાદ મેડિકલ, ઈજનેરી જેવી વ્યવસાયિક શાખામાં અભ્યાસ કરવા માટે એજયુકેટ ટુ ગ્રેજયુએટ વ્યાજમુકત લોન સ્કોલરશીપ વિતરણનો કાર્યક્રમ ધી કો-ઓપરેટીવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડનાં ચીફ ડેવલપમેન્ટ ઓફિસર કમલભાઈ ધામીનાં અતિથિ વિશેષપદે તેમજ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જામનગરનાં કોર્પોરેટ અફેર્સનાં એડવાઈઝર મનોજભાઈ અંતાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

મનોજભાઈએ ઉદબોધનમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ આત્મચિંતન અને સરસ્વતી વંદનાનો છે. હવે પછીનાં જીવનમાં જેમની પાસેથી ઘણું શીખવા મળશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઘણાં વર્ષોથી જે મુંઝવણ હતી તેનો ઉકેલ મળ્યો છે. સમાજમાં જો સ્ત્રી સન્માન નહીં હોય તો સંસ્કૃતિ ટકશે નહીં. સમાજ દિકરીઓથી ચાલવાનો છે. સારા સંસ્કાર મેળવી સામાજિક વ્યવસ્થામાં પ્રાવીણ્ય મેળવો, તેવી આજના દિવસે પ્રાર્થના સાથે ઉષાનો પ્રકાશ યુગો સુધી પ્રજવલિત રહે તેવી શુભેચ્છા પાઠવુ છું.

કાર્યક્રમના અતિથિ વિશેષ કમલભાઈ ધામીએ જણાવ્યું હતું કે, મારા પિતાજી રમણિકભાઈ ધામી આ સંસ્થાના સંસ્થાપક ગુલાબભાઈ જાની સાથે નજીકથી સંકળાયેલ. મને તેમના તરફથી શૈક્ષણિક અને સહકારી પ્રવૃતિનો વારસો મળ્યો. ગ્રામીણ વિદ્યાર્થીઓને જે જ્ઞાન મળવું જોઈએ તે તેઓની આર્થિકસ્થિતિ નબળી હોવાને કારણે નથી મળતું. જે સમયે જે મદદ મળવી જોઈએ તે ન મળવાથી વિદ્યાર્થીમાં રહેલી ક્ષમતાઓ મુરજાઈ જાય છે. સ્કુલ ઓન વ્હીલ્સ દ્વારા ગામડામાં વિદ્યાર્થીઓને વિકસવા માટેની પૂર્તતા કરવાની કામગીરી થઈ રહી છે.

આ શિક્ષણ સંવર્ધનનાં કાર્યક્રમમાં ૨૯૪ બાળાઓને ક્ધયા વિદ્યાતેજક સ્કોલરશીપ અન્વયે મહાનુભાવોનાં હસ્તે ‚રૂ.૧૩,૦૪,૦૦૦/-ના ચેકનું વિતરણ કરવામાં આવેલ. છેલ્લા દસ વર્ષ દરમિયાન આ યોજના અંતર્ગત ૨૫૯૫ બાળાઓને રૂ.૧,૩૨,૫૨,૪૪૦/-નું વિતરણ કરવામાં આવેલ છે. એજયુકેટ ટુ ગ્રેજયુએટ વ્યાજમુકત લોન સ્કોલરશીપ અંતર્ગત આજના સમારંભમાં ૧૩૦ વિદ્યાર્થીઓને ‚રૂ.૫૨,૯૪,૦૦૦/-ના ચેકનું વિતરણ કરવામાં આવેલ.

છેલ્લા દસ વર્ષ દરમિયાન ૪૧૧ વિદ્યાર્થીઓને ‚રૂ.૩,૬૦,૭૯,૬૦૦નું આ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવેલ છે. આજના આ સમારંભમાં સંસ્થાના સંસ્થાપકો ઉષાબહેન જાની, ગુલાબભાઈ જાની, નિમંત્રિત મહેમાનો, દુર-દુરના ગ્રામીણ વિસ્તારમાંથી પધારેલા આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત ૮૦૦ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...