Abtak Media Google News

ડિમાન્ડ સામે સપ્લાય ઓછી હોવાના કારણે ડબ્બાનાં ભાવ રૂા.બે હજારને આંબી ગયા: હજુ ભાવ વધે તેવી વકી

છેલ્લા લાંબા સમયથી સિંગતેલનાં ભાવમાં થયેલો વધારો હવે અસહય થવા જઈ રહ્યો છે. છેલ્લા ૩ થી ૪ દિવસમાં સિંગતેલનાં ભાવ રૂા.૭૫નો વધારો થતા મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ ઉપર નકારાત્મક અસર પડી છે. સિંગતેલનાં ભાવમાં ભડકા પાછળ અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી વિગતો મુજબ સિંગતેલનાં ડબ્બાનો ભાવ ૧૯૭૫-૨૦૦૦ આસપાસ જોવા મળ્યો હતો. અગાઉ પામતેલમાં આવેલી તેજી અને ત્યારબાદ સિંગતેલમાં જોવાયેલા ભાવ વધારાના કારણે વર્તમાન સમયે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Admin 1

આગામી સમયમાં સિંગતેલનાં ભાવમાં વધુ વધારો થાય તેવી પણ દહેશત નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી છે. વર્તમાન સમયે સિંગતેલની ડિમાન્ડ એક તરફ સતત વધતી જાય છે બીજી તરફ સિંગતેલની સપ્લાય ઓછી હોવાના કારણે ભાવમાં એકા એક તેજી જોવા મળી રહી છે.

આગામી સમયમાં સિંગતેલનાં ભાવ હજુ વધશે તેવી શકયતા છે. છેલ્લા ૪ દિવસમાં રૂા.૭૫નો વધારો ઝીંકાઈ જતા સિંગતેલનો ઉપયોગ કરનાર વર્ગ ચિંતામાં મુકાઈ ગયો છે. આવા સંજોગોમાં મધ્યમ વર્ગની ગૃહિણીઓનાં બજેટ બગડે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. હાલ સિંગતેલનો ડબ્બો એકંદરે રૂા.૨૦૦૦ની આસપાસ છે પરંતુ ડિમાન્ડની સામે સપ્લાય ઓછી હોવાના કારણે આ ભાવમાં ભડકો થશે તો ડબ્બાનો ભાવ રૂા.૨૨૦૦ની નજીક પણ પહોંચી જાય તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.