અમેરિકામાં લવ-કુશના રૂપમાં રામાયણનું ગાન કરતા નાના ભૂલકાઓ

નૂતન વર્ષે ૨૫૧ વાનગીઓના અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવીકો

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવ્દ્યિા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા જ્યોર્જિયા-સવાનાહ ખાતે  સ્વામિનારાયણ સનાતન મંદિરમાં મધ્ય સિંહાસનમાં ભગવાન  સ્વામિનાારાયણ, બાજુમાં  લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, નાથજી ભગવાન, શિવપાર્વતી વગેરે અઢાર  દેવોના વિવિધ સ્વરુપો પધરાવેલ છે. તે મૂર્તિઓ સમક્ષ પૂ.શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી વેદાંત સ્વરુપદાસજી અને કૃષ્ણજીવન દાસજી સ્વામીના માર્ગદર્શન નીચે નૂતન વરસે ૨૫૧ વાનગીઓનો અન્નકુટ ધરાવી અન્નકૂટોત્સવ ઉજવ્યો હતો. જેમાં સવાનાહ શહેરમાં વસતા ગુજરાત ઉપરાંત કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશના બહેનોએ અન્નકૂટની વાનગીઓ તૈયાર કરેલ હતી. પુજારી તુષારભાઇવ્યાસ અનેઅંકિતભાઇ રાવલના વૈદિક મંત્રગાન સાથે વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી સ્વામી એ ઠાકોરજીની આરતિ ઉતારી અન્નકૂટ દર્શન ખુલ્લા મૂક્યા હતા.

આ પ્રંસગે રાવણના વધ પછી વસિષ્ઠ મુનિની પ્રેરણાથી રામચંદ્રજી ભગવાને નૈમિષારણ્ય તીર્થમાં અશ્વમેધ યજ્ઞ આરંભ્યો તેમાં તમામ મુનિઓને આમંત્રણ આપવામાં આવેલ. આ યજ્ઞમાં વાલ્મિકી મુનિ સાથે ભગવાન રામના પુત્રો લવ અને કુશ પણ આવ્યા હતા.બંન્નેએ વીણા સાથે આગવી છટાથી વાલ્મિકી મુનિની આજ્ઞાથી રામાયણનું ગાન કરેલ. લવકુશના ગાનથી રામચંદ્રજી અત્યંત રાજી થયા હતા.

તે પ્રસંગને ધ્યાનમા રાખીને સનાતન મંદિરમાં પધરાવેલ રામચંદ્ર્જી ભગવાન સમક્ષ મૂળ માણસાના અ્ને અમેરિકા સ્થિર થયેલ ચિરાગભાઇ પટેલના અમેરિકામાં જન્મેલા, પહેલા ધોરણમાં ભણતા નાના જોડયા પુત્રો શિવામ્ અને શ્લોક કે જેઓએ છેલ્લા બેમાસથી ગુરુકુલ સનાતન મંદિરમા ચાલી રહેલ બાળ સભામાં વેદાન્તસ્વરુપ સ્વામી પાસે શીખેલ રામાયણનું સંગીત સાથે ગાન કર્યું ત્યારે સૌ કોઇ હાજર રહેલા ભાવિકોએ તાળીના ગડગડાટ સાથે બેય બાળકોને વધાવી લીધા હતા.