Abtak Media Google News

અરબી સમુદ્રમાં ઉદભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થવાની શક્યતા દેખાઇ રહી છે. જો કે હવામાન વિભાગે આજે અપડેટ આપતા કહ્યું કે, હવે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે નહીં અને , દમણ-મહારાષ્ટ્ર વચ્ચે 110 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે.

નનૌક ચક્રવાત (13 જૂન, 2014)

અરબી સમુદ્રમાં વેરાવળથી 590 કિમીનાં અંતરે મધદરિયે નનૌક ચક્રવાત સર્જાયું હતું. જેના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ નનૌક ચક્રવાત ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો.

નિલોફર વાવાઝોડું (29 ઓક્ટોબર, 2014)

2014માં દીવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણે ‘નિલોફર’ સર્જાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પરની તેની સંભવિત અસરોને ખાળવા માટે એક સપ્તાહ પહેલા રાજ્ય સરકાર અને તેના માર્ગદર્શન હેઠળ કચ્છનું વહીવટી તંત્ર આપત્તિ સામે સજ્જ રહ્યું હતું.નિલોફરને સમુદ્રે પોતાનામાં સમાવી દીધું.

અશોબા વાવાઝોડું (10 જૂન, 2015)

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ઊંડા સાયકલોનને પગલે અશોબા નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું હતું. જે ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરની ઘાત ટળી હતી

ચપાલા વાવાઝોડું (31 ઓક્ટોબર, 2015)

અરબી સમુદ્રમાં ચપાલા નામનું વાવાઝોડું સર્જાયું હતું. જે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું. જેથી ગુજરાતમાં દીવાળી જેવા તહેવારો ટાણે તોળાતો ખતરો ટળી ગયો હતો.

ઓખી વાવાઝોડું ( 4 ડિસેમ્બર, 2017)

તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાંએ ગુજરાત તરફ વળ્યું હતું. અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડું તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચતા પહેલાં વિખરાઈ ગયું હતું.

સાગર વાવાઝોડું ( 17મે, 2018)

ગુજરાતના દરિયાકાંઠે સાગર નામનું વાવાઝોડું સર્જાયું હતું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું. જેથી ગુજરાત પરથી ખતરો ટળ્યો હતો અને તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો.

વાયુ વાવાઝોડું (12 જુન 2019)

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ વાવાઝોડું સૌથી ખતરનાક સાબિત થાય તેમ હતું. કારણ કે દરિયાકાંઠે 120થી 160ની સ્પીડમાં ટકરાવાનું હતું. આ વાવાઝોડુ દીવ અને વેરાવળ વચ્ચે દરિયાકાંઠે ટકરવાનું હતું. પરંતુ વાવાઝોડાની દિશા ફરતા યમન તરફ ફંટાયું હતું.

મહા વાવાઝોડું (7 નવેમ્બર 2019)

અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘મહા’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતના ભારે વરસાદ અને દરિયો તોફાની બન્યો હતો.  આ વાવાઝોડું દીવ અને પોરબંદર વચ્ચે ટકરાવાનું હતું.  7 નવેમ્બર 2019ના રોજ સવારે વાવાઝોડું દીવ અને પોરબંદરની વચ્ચે ત્રાટકવાનું હતું., પરંતુ આ દરમિયાન વાવાઝોડાની ઝડપ ઘટીને 70થી 80 કિમી સુધી થઈ જશે તેવી હવામાન વિભાગે જણાવ્યું હતું. પરંતુ 3 મિનિટમાં મહા વાવાઝોડું ભયંકર વિનાશ નોતરશે તેવો ખતરો ટળ્યો હતો અને વાવાઝોડું અરબી સમુદ્ર્માં જ નબળું પડી ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ ગયું હતું.

નિસર્ગ વાવાઝોડું(2 જૂન 2020)
હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, પરંતુ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રૂપે થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ડીપ ડિપ્રેશન આગામી 6 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે.

ડીપ ડીપ્રેશન હાલ 6 કલાકમાં 11 કિલો મીટરનું અંતર કાપી રહ્યું છે. હાલ સુરતથી 670 કિલોમીટર દૂર છે. 3 જૂનના રોજ વાવાઝોડું વધુ મજબૂત બની ટકરાશે. તેમજ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 100 થી 110 રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.