એકી સાથે ૧૧ સ્વામીનારાયણ સાધુઓ કોરોનાગ્રસ્ત !

મણિનગર, ન્યુ રાણિપ અને બાવળા મંદિરોના સાધુઓને કોરોના પોઝિટિવ: મણિનગર મંદિરને સેનેટાઇઝર કરાય

વિશ્ર્વના ઘણા બધા દેશો કોરોનાની ઝપેટમાં આવી ચુકયા છે. ત્યારે ભારતમાં પણ રોજ નવા નવા કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.  ગુજરાતના અમદાવાદમાં પણ રોજે કોરોનો વધારો જોવા મળે છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં સ્વામીનારાયણ ગુરુકુળમાં ૧૧ સ્વામીનારાયણના સંતોને કોરોના પોઝિટીવ આવ્યો છે. છેલ્લા એક અઠવાડીયામાં કરાયેલા સ્વામીનારાયણ ધર્મના સાધુઓના કોરોના ટેસ્ટમાંથી ૧૧ સાધુઓને પોઝિટીવ આવ્યો છે.

મણિનગર સ્વામીનારાયણ મંદિરમાંથી કરાયેલા ટેસ્ટમાં પાંચ સાધુઓ મંદિર પરિષદમાં જ રહેતા હતા જયારે બાકીના ૬ સાધુઓ શહેરના વિવિધ વિસ્તારોમાં રહે છે. જે વિશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફીસર દ્વારા સત્તાવાર માહીતી આપવામાં આવી છે. તમામ ૧૧ સાધુઓ શહેરની અલગ અલગ હોસ્૫િટલમાં હાલ સારવાર હેઠળ છે. છ માંથી પાંચ સાધુઓ ન્યુ રાણીપમાં અને એક બાવળા વિસ્તારમાં રહેતા હતા.

ભગવતપ્રિયદાસ સાધુ દ્વારા જણાવાયું છે કે મણિનગર મંદિરમાં આવેલા કોરોનાના કેસો બાદ સમગ્ર મંદિર પરિષરને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે મંદિર પહેલાથી જ બંધ રાખવામાં આવેલ છે. અને કેસ આવ્યા બાદ ઘણા સંતોને કડી અને વિરમગામ  ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જયારે હાલ મણિનગર મંદિરમાં ફકત નવ સાધુઓને જ રહેવાની છુટ આપવામાં આવી છે.

સ્વામીનારાયણ ધર્મના ૧૧ સંતોને કોરોના પોઝિટીવ આવ્યો છે. ત્યારે હાલ મણિનગર સ્વામીનારાયણ મંદિરમાં દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના કેસોની વાત કરવામાં આવે તો ૩૦ જુન સુધીમાં ગુજરાતમાં કોરોના વાઇરસના ૩૩,૪૪૬ કેસો થયેલા છે. જયારે ૧૮૪૮ કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

Loading...