Abtak Media Google News

ગૌ સંવર્ધનને પ્રોત્સાહન આપવા સિકિકમનો પ્રવાસ કરતા ડો. કથીરીયા

ભારત સરકાર દ્વારા ગૌ માતા, ગૌ વંશનાં રક્ષણ, સંવર્ધન અને ગૌ સંસ્કૃતિના પુન: સ્થાપન અર્થે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના થઇ છે. પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનું આયોગના પ્રથમ અઘ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા અને આયોગની ટીમ દ્વારા વિશ્ર્વભરમાં ભારતની દેશી કુળની ગાય દ્વારા પ્રાપ્ત થતાં આરોગ્ય, આઘ્યાત્મિક, આર્થિક, પર્યાવરણ,કૃષિ, ઉર્જા સહિતના અનેક ક્ષેત્રોના લાભો અંગે સૌને માહીતી મળે સૌ જાગૃત બને ગૌશાળાઓમાં પણ ગૌ ટુરિઝમ ડેવલોપ થાય તે માટે  અવિરત પ્રયત્નો થઇ રહ્યા છે. પૂર્વે કેન્દ્રીય મંત્રી અને ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનું આયોગના પ્રથમ અઘ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ હાલમાં સિકિકમ રાજય ખાતે પ્રવાસ કર્યો હતો. સિકિકમમાં સિરી જાતિની ગાયના સંવર્ધન ફાર્મમાંથી એકને સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે અપગ્રેડ કરી શકાય છે. તે માટેના પ્રસ્તાવ ડો. કથીરીયા ને સોંપવામાં આવ્યો છે.

2.Tuesday 2 1

ડો. કથીરીયાએ આ અંગેની તમામ સહયોગની ખાતરી રાષ્ટ્રીય કામધેનું આયોગ વતી આપી હતી. આગામી દિવસોમાં ગૌ આધારીત અર્થકારણ અંગે વિશેષ અભ્યાસ કરવા માટે દિલ્હી તથા ગુજરાતની મુલાકાત સિકિકમના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ લેશે તેમ ડો. કથીરીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.