Abtak Media Google News

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટસએપએ પોતાના યૂઝરનાં હ્રદયમાં મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સ્થાન બનાવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ તેની પ્રાઈવેસી પોલિસી અને વ્હોટસએપ એકાઉન્ટ ડેટા ફેસબુક પર શેર કરવાના નિયમોને કારણે તેની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે. વ્હોટસએપની પ્રાઈવેસી પોલીસીના કારણે યૂઝરો મુઝવણમાં પડી ગયા હતા ત્યારે વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્ક એ કહ્યું કે તે વ્હોટસએપ નહીં સિગ્નલ એપનો ઉપયોગ કરે છે. એલોન મસ્કની ટ્વીટને ધ્યાનમાં લઈને લોકો લગાતાર સિગ્નલ એપને ડાઉનલોડ કરી રહ્યા છે. તો જાણીએ કે સિગ્નલ એપમાં એવી શું ખાસિયત છે જે તેને વ્હોટસએપથી અલગ પાડે છે :

સિગ્નલ એપ્લિકેશન દ્વારા યૂઝર મેસેજ મોકલી શકે છે, ઓડિયો અને વિડિઓ કૉલ્સ કરી શકે છે. તદુપરાંત તેમાં ફોટા, વિડિઓઝ અને લિંક્સ પણ શેર કરી શકાય છે. સિગ્નલ એપમા યૂઝરનાં ડેટાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. તે પોતાનાં યૂઝર પાસેથી કોઈ પણ પ્રકારનો પર્સનલ ડેટા માંગતા નથી.

1. ડેટા લિંકડ ટુ યુ :

‘ડેટા લિંકડ ટુ યુ ‘એ સિગ્નલ એપનું સૌથી ઇમ્પોટન્ટ ફીચર છે છે. આ ફિચરને ઇનેબલ કર્યા બાદ ચેટિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ચેટનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. તેથી આ એપમાં ચેટ સંપૂર્ણપણે સલામત રહે છે.

5F7Cc70F94Fce90018F7B776 Scaled

2.ડીસઅપિયરિંગ મેસેજ :

સિગ્નલ એપની બીજી ખાસિયત એ છે કે તેમાં મેસેજ ઓટોમેટિક ડીસઅપિયઅર થઈ જાય છે .તેના માટે યુઝરે ટાઈમર સેટ કરવું પડે છે આ ટાઈમર 10 સેકંડથી એક અઠવાડિયા સુધીનો પણ હોય શકે છે.

સેન્સર ટાવર ડેટાનાં રિપોર્ટ અનુસાર, સિગ્નલ એપ્લિકેશન છેલ્લા બે દિવસમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ ડીવાઈસમાં 100,000 થી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. ઉપરાંત, 2021ના ​​પહેલા અઠવાડિયામાં, વ્હોટસએપ ન્યુ ઇન્સ્ટોલ યૂઝરમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.ફકત ભારતમાં જ નહિ જર્મની, ફ્રાંસ,ઑસ્ટ્રિયા, ફિનલેન્ડ, હોંગકોગ અને સ્વિટ્ઝ્લેન્ડમાં પણ સિગ્નલ એપએ વ્હોટસએપને પાછળ છોડીને પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.