દીકરીના લગ્ન માટે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાને કંકોત્રી આપવા પહોંચ્યો અંબાણી પરિવાર

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી આજકાલ દીકરી ઈશાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. પિરામલ ગૃપના વારસદાર આનંદ પિરામલ સાથે ઈશાના લગ્નની કંકોત્રી છપાઈ ગઈ છે. અંબાણી પરિવાર પહેલી કંકોત્રી બાપ્પાને ચડાવવા ગયો હતો.નીતા અને મુકેશ અંબાણી સહપરિવાર સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. તેમણે પ્રાર્થના કરીને પહેલી કંકોત્રી બાપ્પાને ભેટ કરી હતી.આ પ્રસંગે નાનો દીકરો અનંત અંબાણી અને મુકેશ અંબાણીની માતા કોકિલા અંબાણી પણ હાજર રહ્યા હતા.નીતા અંબાણીના હાથમાં પૂજાની થાળી હતી જેમાં લગ્નનું કાર્ડ હતુ.આ પ્રસંગે અંબાણી પરિવારના સર્વે પરંપરાગત ભારતીય પોષાકમાં જોવા મળ્યા હતા.આ દરમિયાન મુકેશ અંબાણી ખૂબ જ સાદા સફેદ કુર્તા પાયજામા અને બ્લુ જેકેટમાં જોવા મળ્યા હતા.

લગ્નની કોઈ તારીખ જાહેર નથી થઈ પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈશા અને આનંદર ડિસેમ્બરમાં લગ્નના બધનમાં જોડાઈ શકે છે. આ પહેલા સપ્ટેમ્બરમાં બંનેની સગાઈનો ત્રણ દિવસનો કાર્યક્રમ ઈટાલીના લેક કોમોમાં થયો હતો. આ જશ્નમાં બોલિવુડના કેટલાય સેલેબ્સ હાજર રહ્યા હતા. ઈશા અને આનંદ ઘણા લાંબા સમયથી એકબીજાના ફ્રેન્ડ છે.આનંદે ઈશાને મહાબળેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. ઈશા અંબાણીના ઈન્સ્ટાગ્રામ ફેન ક્લબ પર આ તસવીરો સામે આવી હતી.

 

Loading...