Abtak Media Google News

કેરિયર લોન્ચર સંસ્થામાંથી  માર્ગદર્શન મેળવેલ વિર્દ્યાથીએ કાયદા વિદ્યા શાખા માટે લેવાતી દેશની સર્વોચ્ચ પરીક્ષામાં ૧૦૪મો રેન્ક મેળવ્યો

વિર્દ્યાથીઓને સૌથી મુંજવતો પ્રશ્ન છે કારકિર્દી કયા ક્ષેત્રમાં ઘડવી તે. તેમાંય ધો.૧૨ પછી કયાં શું તે દરેકને માટે પ્રશ્નો ઉભો કરે છે. ત્યારે સાયન્સના ફિલ્ડમાંથી આવી એન્જીનીયરિંગ પાસ કર્યું હોવા છતાં લો એટલે કે કાયદો વિદ્યા શાખાની દેશની ઉચ્ચકક્ષાની પરીક્ષા (કોમન લો એડમીશન ટેસ્ટ) આપી તેમાં સૌરાષ્ટ્રનો વિર્દ્યાથી શુભમ ધામેલિયા રાજકોટની સંસ્થા કેરીયર લોન્ચરમાંથી માર્ગદર્શન મેળવી ગુજરાત પ્રથમ આવ્યો છે અને દેશની ટોપ ૧૦ લો યુનિવર્સિટીમાંથી બીજા નંબરની હૈદરાબાદ સ્થિત નાલસાર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. જે અંગે વિસ્તૃત વિગત આપવા શુભમ ધામેલિયા અને જાવેદ મલેકે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ અંગે સીએલ રાજકોટ સેન્ટરના ડિરેકટર જાવેદ મલકે જણાવ્યું હતું કે, જેવી રીતે મેનેજમેન્ટ માટે આઈઆઈએમ એન્જીનીયરીંગ માટે આઈઆઈટી હાયે છે તેવી જ રીતે રાષ્ટ્રીયસ્તરે લો માટે એનએલયુ નેશનલ લો યુનિવર્સિટી હોય છે જે દર વર્ષે પરીક્ષા લે છે. આ વખતે ભારતમાંથી ૧૩૦૦ સીટ માટે ૬૫૦૦૦થી વધુ વિર્દ્યાથીઓએ આ પરીક્ષા આપેલી જેમાં શુભમ ધામેલિયાનો રેન્ક ૧૦૪ આવતા સમગ્ર ગુજરાતમાં તે પ્રથમ આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જ ભણી ગુજરાત પ્રથમ આવવું તે આ પહેલી ઘટના છે. લોના અભ્યાસ પછી વિર્દ્યાથી કાયદા શાખામાં સર્વોચ્ચ સને કારકિર્દી ઘડી શકે છે. જેમ કે, લિટિગેશન, કોર્પોરેટર કાઉન્સીલ, મીડિયા એન્ડ લો, એકેડેમિયા, જયુડિશ્યલ સર્વિસીસ, સિવિલ સર્વિસીસ, લીગલ પ્રોસેસ આઉટસોર્સિંગ વગેરે તેમજ કોઈ રાજકિય પાર્ટીના કાયદાકિય સલાહકાર પણ બની શકે છે.

રાજકોટ સ્થિતિ કેરિયર લોન્ચર સંસ કે જે રાષ્ટ્રીય સ્તરની સંસ છે અને સમગ્ર ભારતમાં ૨૨૫ જેટલા સેન્ટર ધરાવે છે. જે વિર્દ્યાીઓને ધો.૧૨ પછી જે સારા અને કારકિર્દીલક્ષી અત્યાધુનિક કોર્ષનું વિનામુલ્યે માર્ગદર્શન આપે છે. રાજકોટ ખાતે પણ આવું માર્ગદર્શન તેમજ વિવિધ એન્ટરન્સ પરીક્ષાઓ જેવી કે, સીએમએટી, જીએમએટી, સીએલએટી, બીબીએ વગેરેની તૈયારી પણ કરાવે છે.

આ અંગે શુભમ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષાની સૌરાષ્ટ્રમાં અવેરનેશ બહુજ ઓછી છે. મેં એન્જીનીયરીંગ માટે લેવામાં આવતી જીની પરીક્ષા પણ પાસ કરી લીધેલી પણ એન્જીનીયરીંગના ગાડરિયા પ્રવાહમાં જવાને બદલે મેં આ ફિલ્ડ પસંદ કર્યું. મેં કેરિયર લોન્ચર રાજકોટમાંથી જાવેદ મલેક સાહેબ પાસેથી એક વર્ષ સીએલએટીનું માર્ગદર્શન મેળવ્યું અને સખત પરિશ્રમ કરી આ રેન્ક પ્રાપ્ત કર્યો છે. કેરિયર લોન્ચરએ દેશભરની કાયદા જગતના નિષ્ણાંતો, તજજ્ઞો દ્વારા સેમિનારોનું આયોજન કરી આખા દેશના કાયદાનું જ્ઞાન રાજકોટમાં બેઠા બેઠા જ અપાવ્યું છે. અહિંના શિક્ષકોની ભણાવાની શૈલી, ઓનલાઈન એકઝામની વર્ષની જ‚રીઆતી જ કમ્પ્યુટર ઉપર તાલીમ, સમયાંતરે કાઉન્સેલીંગ જેવી બધી જ તૈયારીઓ તેમજ કેરિયર લોન્ચરની જવાબદારીએ મને અહિં સુધી પહોચાડયો છે. હવે મા‚રૂ ધ્યેય લો ક્ષેત્રે ટોચ ઉપર પહોંચવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.