Abtak Media Google News

સમસ્ત ગામ દ્વારા ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી ઉજવાશે મહોત્સવ : જલયાત્રા, અગ્નિસ્થાપન, નગરયાત્રા, સાયં આરતી પૂજન, લક્ષ્મીયજ્ઞ, દાતાઓનું સન્માન સહિતના આયોજનો :૨૦મીએ સાંજે મહાપ્રસાદ

આગામી તા.૧૮ થી ૨૦ ફેબ્રુઆરી દરમ્યાન ગોડલ તાલુકાના શ્રીનાથગઢ ગામે શ્રીનાથજી દાદાની મુુર્તિની પ્રાણપ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન ગામ સમસ્ત દ્વારા કરવામાં આવેલ છે.

પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિમાં રોઝડિ ગામ હટાય ગેયલ ત્યારબાદ નવુ ગામ વસાવેલ જે ગામનું નામ સંત શ્રીનાથજીદાદા ઉપરથી શ્રીનાથગઢ રાખવામાં આવેલ ૨૭૦ વર્ષ પહેલા શ્રીનાથજીદાદાએ ગામનું તોરણ બાંધેલ. અત્યારે પાંચમા ગાદિપતી મહંત નરેન્દ્રજતી ગોસાઈ તમામ વહિવટ-વ્યવસ્થા સંભાવી સેવા-પુજા કરે છે.દર વર્ષે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગામ સમસ્ત  તથા તમામ જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર સાથે જોડાઈને  ઉજવવામાં આવે છે.૨૧ કુંડિયજ્ઞ  રાત્રે ભજન-લોકડાયરાના કાર્યક્રમો તથઆ ભોજનની વ્યવસ્થાની જહેમત ગ્રામજનોએ ઉઠાવેલ છે. ચેતન સમાધીએ હજારો લોકો માનતા કરવા માટે દેશ-વિદેશ માંથી આવે છે.શ્રીનાથજીદાદાના પરચા કલીયુંગમાં પણ ચમત્કારથી કમનથી. ત્રિ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તા.૧૭ના રોજ રાત્રે રાસ-ગરબાં,તા.૧૮ના રોજ ગણેશ પૂજન, મંડપ પ્રવેશ, જલયાત્રા, અગ્નિ સ્થાપન, સાંય આરતી પૂજન રાત્રે હાલારી રાસ, તા.૧૯ના રોજ સ્થાપિત દેવોનું પૂજન, પ્રધાન હોમ, નગરયાત્રા, રૂદ્રયજ્ઞ તથા રાત્રીના ભવ્ય સંતવાણી યોજાનાર છે.

તા.૨૦ને અંતિમદિને ગુરૂવારે પ્રાતપૂજન ષોડષોપચાર પૂજન, નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા, આરતી પુજન, લક્ષ્મી યક્ષ તથા અંતે બપોરે બીડુ હોમવામાં આવશે. દાતાઓનું  સન્માન બપોરે ૪.૩૦ કલાકે સાતે આભારવિધિ  કરી મહોત્સવની પુર્ણાહુતિ કરવામાં આવશે સાંજે સર્વે ભકતો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત શ્રીનાથગઢ ગામ દ્વારા સર્વે ભકતોને પધારવા જાહેર અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.