Abtak Media Google News

વાંકાનેરવાસીઓ માટે અત્યંત સૌભાગ્યવંત દિવસ હતો.  અહીં સહજાનંદૃ સ્ટ્રીટ, મેઈન બજાર રોડ પર શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ૧૦૭મા સત્સંગ કેન્દ્રનું શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસપક પૂજ્ય ગુરદેવ રાકેશભાઈના પાવન હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના રજતજયંતી વર્ષની ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે પૂજ્ય ગુરદેવની ગુજરાત ધર્મયાત્રાની આ મંગળમય શરૂઆત વાંકાનેરનું સદ્ભાગ્ય બની રહી. સવારે અહીં દરજીની વાડીમાં પૂજ્ય ગુરુદેવના શાશ્ર્વત સુખની ઝાંખી કરાવતા જાગૃતિ પ્રેરક સત્સંગનો ઘણા મહાનુભાવો સહિત ૪૦૦થી વધુ લોકો લાભ પામ્યા હતા. ત્યારબાદૃ ૧૧ વાગે તેઓનું ભવ્ય સામૈયા દ્વારા નૂતન કેન્દ્રમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રમાં ભગવાન મહાવીર સ્વામી અને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીની હૃદયસ્પર્શી પ્રતિષ્ઠા ઉલ્લાસમય ભક્તિસભર પવિત્ર વાતાવરણમાં પૂજ્ય ગુરદેવના પાવન હસ્તે કરવામાં આવી ત્યારે મુમુક્ષુઓ ભાવવિભોર બની ગયા હતા!

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું મુખ્ય આંતરરાષ્ટ્રીય મક છે. જ્યાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આદરવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવના અસીમ અનુગ્રહ તા અલૌકિક માગદર્શની વિશ્ર્વભરમાં હજારો વ્યક્તિઓના જીવનમાં આત્મવિકાસના અજવાળાં રેલાયા છે. ભારતના વિવિધ સ્ળોના અને વિશ્ર્વભરના લોકો તેઓની નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્રજીના બોધનું અનુસરણ કરવા પ્રેરાયા છે. આથી આવા સનિક લોકોના લાર્ભો દેશવિદેશના વિવિધ સ્ળોએ મિશનના ૧૦૬ કેન્દ્ર કાર્યાન્વંત છે, જ્યાં લોકો તેઓના માર્ગદર્શન અનુસાર નિયમિતપણે આધ્યાત્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. વાંકાનેરનું આ કેન્દ્ર મિશનના ૧૦૭મા કેન્દ્ર બનવાનું માન પામ્યું છે. અહીં હવે નિયમિતપણે આજ્ઞાભક્તિ, પૂજ્ય ગુરદેવના પ્રવચનોની વિડિયોનું દર્શન, વર્કશોપ, બાળકોના નૈતિક અને આધ્યાત્મિક ઘડતરમાં સહાયરૂપ શ્રીમદ્ રાજચંદ્ર ડિવાઈનટચના વર્ગો, ધાર્મિક તહેવારોની ઉજવણી વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર અંતર્ગત ૧૦ મુદ્દા સામાજિક કાર્યો પણ હા ધરવામાં આવશે. ઘરઆંગણે ઉપલબ્ધ સત્સંગ, સાધના અને સેવાના આ આયોજનો વાંકાનેરવાસીઓને પોતાનોઆત્મવિકાસ સાધવા, નિયમિતપણે ધર્મઆરાધના કરવા અત્યંત લાભકારી થઈ પડશે. ઉચ્ચ ધ્યેય માટે જીવન જીવવા તેઓ પ્રતિબદ્ધ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.