Abtak Media Google News

સ્વામીનારાયણ મંદિર કારેલીબાગ તથા કુંડળધામ દ્વારા કથા યોજાઈ: સાગર કથા ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ સુધી ચાલી

પ. પૂ. સદ્ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી  કુંડળધામ દ્વારા થયેલ ‘શ્રીહરિ ચરિત્રામૃત સાગર કથા’ને લોન્ગેસ્ટ ઓડિયો બુકના ટાઇટલથી ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ’માં સ્થાન મળ્યું છે. આ ‘સાગર કથા’ ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ સુધી ચાલી હતી. કથાએ કુલ ૨૪૪૦ કલાક, ૪૪ મિનીટ અને ૫૨ સેકંડનો સમય લીધો હતો.સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા આયોજિત એવં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ. પૂ. સદ્ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વક્તાપદે આ સાગર કથાનો પ્રારંભતા.૧૦ જુન, ૨૦૧૧ના રોજ થયો હતો જેની પૂર્ણાહુતિ ૨૬ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ કુંડળધામમાં જ થઈ હતી.

સદ્ગુરુ આધારાનંદ સ્વામી રચિત શ્રીહરિ ચરિત્રામૃત સાગર ભગવાન સ્વામિનારાયણનાં જીવનચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ૨૯ પૂર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા-સોરઠા-ચોપાઇઓ છે. આ વિરાટ કાય ગ્રંથની કથા એટલે સાગર કથા.

તા.૧૦ જુન, ૨૦૧૧ના રોજ કુંડળધામમાં પ.પૂ.સદ્.જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા આ સાગર કથાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગ્રંથની ૧ થી ૨૦ પૂર સુધીની કથાનો લાભ પૂ. જ્ઞાનજીવનદાસજીએ આપ્યો હતો. અને બાકીના ૯ પૂરની કથાનો લાભ પૂ.ઈશ્વરચરણદાસજી સ્વામીએ આપ્યો હતો. દેશ-વિદેશમાં લાઇવ બ્રોડકાસ્ટ થતી આ સાગર કથાથી હજારો લોકોના જીવનમાં સમજણ, સંસ્કાર અને સદ્ગુણસિંચનનું અદ્ભુત કામ થયું છે અને હાલ પણ થઈ રહ્યું છે. કુંડળધામમાં ઇ.સ.૨૦૧૭ના ઓક્ટોબરમાં ઉજવાયેલ ભવ્ય સાગર મહોત્સવમાં તા.૨૬ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ આ સાગરકથાની પૂર્ણાહુતિ થઈ હતીતે પ્રસંગે તા.૨૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ સાગર કથા  ઓડિયો બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ અર્થાત ૨૩૩૨ દિવસ સુધી ચાલેલ આ કથાના કુલ ૨૪૪૦ કલાક, ૪૪ મિનીટ અને ૫૨ સેકંડ થયા છે. એક જ ગ્રંથ ઉપર સૌથી લાંબા સમય સુધી કથા થઇ હોય અને તે લાઇવ ટેલીકાસ્ટ થઈ હોય એવી કદાચ દુનિયાની આ પ્રથમ ઘટના છે. તેની જાણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્ને થતાં તેમણે પ.પૂ.સદ્.જ્ઞાનજીવનદાસજી સ્વામીના આવા અદ્ભુત કાર્યને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્માં લોન્ગેસ્ટ ઓડિયો બુક એટલે કે સૌથી લાંબી સાગર કથા નામે સ્થાન આપ્યું છે અને પ.પૂ.સદ્.જ્ઞાનજીવનદાસજી સ્વામીને સન્માનિત કર્યા છે.ભગવાન સ્વામિનારાયણનાં જીવનચરિત્રો અને ઉપદેશોને પ્રોત્સાહિત કરવા અને અને જનકલ્યાણના હેતુથી આ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.