Abtak Media Google News

સોરઠીયા પ્રજાપતિ સમાજ આયોજિત સામાજિક પ્રસંગે પ્રજાપતિ સમાજના પ્રદેશ અગ્રણી અને મહિલા કોંગ્રેસ પ્રદેશ અગ્રણી ઉષાબેન કુસકીયા સહીત સૌરાષ્ટ્ર ભરમાંથી પ્રજાપતિ સમાજ ના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પ્રજાપતિ સમાજ માં રાજકીય જાગૃતિ તેમજ સમાજ એકતા વિશે જરૂરી ચર્ચા વિચારણા સાથે સમાજ માં ખોટા કુરીવાજો તેમજ વ્યસનો દૂર કરવા તેમજ જરૂરી શૌક્ષણિક વ્યવસ્થાઓ ઉભી કરવા તેમજ જ્ઞાતિની વાડીમાં જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને આ પ્રસંગે ઉપસ્થિત જ્ઞાતિ રત્નો નું પ્રમુખ શ્રી અરજનભાઇ દેવળીયા તથા ટ્રસ્ટ્રી મંડળ દ્વારા કરવામાં આવેલ.

આ પ્રસંગના આયોજન બદલ ભારે જહેમત ઉઠાવવા બદલ પ્રમુખ અરજણભાઇ દેવળીયા ઉપપ્રમુખો નાગજીભાઈ રાવત,અમુભાઈ વીસાવાડિયા મંત્રીઓ છગનભાઇ રાવત,વિનેશભાઈ જેઠવા સભ્યશ્રીઓ ભગાભાઇ કુકડીયા,ભગવાનભાઇ માલવિયા,પરસોતમભાઇ વીસાવાડિયા,પરબતભાઇ લાડવા,ગોરધનભાઈ જેઠવા,હિતેષભાઇ ભરડવા ,રામજીભાઈ ડાભી,બચુભાઈ વીસાવાડિયા,જેરામભાઈ ડાભી,હરેશભાઇ ચિત્રોડા,પ્રકાશભાઈ ડાભી યુવા પત્રકાર મહેન્દ્રભાઈ ટાંક,પ્રવિણભાઈ ચિત્રોડા સહિતના આગેવાનોનું ઉષાબેન કુસકીયા દ્વારા સમ્માન કરવામાં આવેલ એમ પ્રમુખ શ્રી અરજણભાઈ દેવળીયાની અખબારી યાદીમાં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.