Abtak Media Google News

રામનામના આરાધક નાથાબાપા ભગતનાં ભંડારાનું આયોજન: સૌરાષ્ટ્રના વિખ્યાત સંતો-મહંતો, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને કલાકારોનો સાપ્તાહિક કુંભમેળો

રાજકોટ જીલ્લાનાં પડધરી તાબાના દેપાળીયા ગામે દિવ્ય અવસર આવી રહ્યોછે. રામધામ આશ્રમે તા.૩૦ નવેમ્બરથી ૯ ડીસેમ્બર સુધી યોજાનારો ભાવાંજલી (ભંડારો) કાર્યક્રમ તેની સાક્ષી  પુરશે. આ અવસરે સૌરાષ્ટ્રના વિખ્યાત અને પ્રાત: વંદનીય સંતો- મહંતો, સંતવાણીના ખ્યાતનામ આહલેકો, સંસાર જેના થકી સહિષ્ણુ છે તેવા સમાજ સેવકો દાતાઓ અને ભાવિકજનોનો જાણે મહાકુંભ મળશે. નવ દિવસીય ભાવાંજલી કાર્યક્રમ દોરાન રામનામ જપ મહાયજ્ઞ સાથો સાથ શિવચરિત્ર મહિમા, હનુમાન ચરિત્ર મહિમા, હનુમાનજી રુદ્રી મહાયજ્ઞ તેમજ અનય દેવી-દેવતાઓના પુજન અને તુલસી વિવાહ જેવા પ્રસંગોને પણ આવરી લેવાશે. રાજકોટનાં પડધરી તાબેના દેપાળીયા ગામે યોજાનારા ન ભૂતો ન ભવિષ્યતિ સમા આ અવસરે હજારો ભાવિકો ઉમટી પડવાના હોઇ વિરાટ પાયે તૈયારીઓ આરંભાઇ ગઇ છે. નવ દિવસીય રામનામથી ભાવાંજલી કાર્યક્રમમાં તા.૩૦ ને શનિવારે સવારે ૬ કલાકે હનુમાન દ્રી મહાયજ્ઞ, ૮.૩૦ કલાકે ઘ્વજાપૂજન, ઘ્વજારોહણ રાત્રીના ૯ થી ૧૨.૩૦ સુધી શિવચરિત્ર મહિમા, તા.૧ ને રવિવારે સવારે ૮ કલાકે રકતદાન સર્વરોગ નિદાન કેમ્પ સવારે ૯.૩૦ કલાકી પોથીયાત્રા, તા.૩ ના રોજ બપોરે ૪ થી ૬ સત્યનારાયણ ભગવાનની કથા, તા.૪ ના રોજ રાત્રીના ૯ વાગ્યાથી નાગબાઇ આશ્રીત નાટક મંડળ, તા.પ ના રોજ રાત્રીના ૯ વાગ્યાથી ૧૨.૩૦ સુધી હનુમાન મંદીર મહિમાની ઉજવણી કરવામાં આવશે.

તા.૬ ના રોજ સવારે ૮ વાગ્યે રકતદાન કેમ્પ, બપોરે ૪ વાગ્યે રામના મહિમા ઉપર પ.પૂ. મોરારીબાપુ ઉપદેશ આપશે. તા.૭ ના બપોરે ૪ વાગ્યે સંત સમારોહ યોજાશે. જેમાં મહામંડલ રાજસ્થાન વિશ્ર્વંભર ભારતીભર ભારતીબાપુ-જુનાગઢ, પ.પૂ. દંતશરણાનંદ મહારાજ (પથમેડા) સંત ભરતદાસબાપુ (માલસર-નર્મદા) સંત અવધકિશોરદાસબાપુ (તપોવન આશ્રમ મોઢેરા) સંત દામજી ભગત (બગથળા) પૂ. શિવ વલ્લભભદાસબાપુ (કટાવ રાજસ્થાન) રામેશ્ર્વરબાપુ હરીયાણી (કથાકાર અમદાવાદ) હરિકાંતબાપુ (હમીરપર) રામપ્રસાદબાપુ (કથાકાર  ખેરાડીવાળા), પ્રભુચરણદાસબાપુ હળવદ, સંત વિદ્યાનંદબાપુ ગઢડા, રામગીરીબાપુ – સણોસરા, સીતારામબાપુ આકરી, કમલદાસબાપુ અયોઘ્યા, જશમતભગત અણદા, ગોરધન ભગત નર્મદા, છગન ભગત- કોયલી (રામગઢ) વિનુભાઇ ચંદારાણા, ગીતામંદીર (જોડીયા) કનકેશ્ર્વરીબેન સોખડા હનુમાન ભાવેશ્ર્વરીબેન મોરબી મોહનદાસજી (મોઢેરા)  અનસોયાબેન જીવાપર સહીતના સંતો મહંતો હાજર રહેશે.

તા.૧ ને રવિવારે ૪ વાગ્યે ઉમિયા માતાજી મંદીર સિદસર ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઇ વાસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ અને ઉમીયા માતાજીમંદીર ઉંઝા લક્ષચંડી  યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરાનું દેપાળીયા ગામ દ્વારા બહુમાન કરવામાં આવશે. તેવું અબતકની મુલાકાતે આવેલા બાબુભાઇ ગોપાણી, અમરશીભાઇ પોટડીયા, ગોવિંદભાઇ આણીયા ધીરુભાઇ  શિયાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.