રાજસ્થાન રોયલ્સ માટે શ્રેયસ ગોપાલની હેટ્રીક

314

વરસાદને લીધે મેચ રદ: બંને ટીમોને મળ્યાં એક-એક પોઈન્ટ: આઈપીએલમાંથી આરસીબી આઉટ

આઈપીએલ-૨૦૧૯ની ૪૯મી મેચમાં વરસાદનાં વિઘ્ન બાદ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને પોતાની ટીમમાં એક ફેરફાર જયારે બેંગ્લોરે તેની ટીમમાં બે ફેરફારો કર્યા હતા. વરસાદને લઈ મેચ માત્ર પાંચ-પાંચ ઓવરની જ કરવામાં આવી હતી ત્યારે રાજસ્થાનની ટીમ વતી રમી રહેલાં શ્રેયસ ગોપાલે આઈપીએલમાં પ્રથમ હેટ્રીક પ્રાપ્ત કરી હતી જેમાં તેને પ્રથમ બોલે કોહલી અને તેનાં બીજા જ બોલ પર એબી ડિવિલયર્સને પેવેલિયન તરફ મોકલ્યો હતો.

બેંગ્લોરે તેનાં પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવીને ૬૨ રન કર્યા હતા ત્યારે ૬૩ રનનો પીછો કરતાં રાજસ્થાનને ૩.૨ ઓવરમાં ૪૧ રન કર્યા હતા ત્યારે ફરીથી વરસાદ પડતાં મેચ રદ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ માટે લીયમ લીંગવીસ્ટોન ૧૧ રને રમી રહ્યો હતો જયારે સંજુ સેમસન યજુવેન્દ્ર ચહલની બોલીંગમાં પવન નેગીનાં હાથે ઝડપાયો હતો. તેણે ૧૩ બોલમાં ૩ છગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી ૨૮ રન નોંધાવ્યા હતા. વરસાદ પડતાની સાથે જ મેચ રદ કરવામાં આવ્યો હતો અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતા.આઈપીએલ-૨૦૧૯ની સીઝનમાં આરસીબી પ્લે ઓફમાંથી આઉટ થઈ ગયું છે. જયારે રાજસ્થાન રોયલ્સ માટે પણ પ્લે ઓફમાં પહોંચવું ખુબ જ મુશ્કેલ બન્યું છે.

Loading...