Abtak Media Google News

ઘેર ઘેર ગાય બંધાય અને ગૌઆધારિત ખેતથી હરિત ક્રાંતિ કથાનો પ્રમુખ વિચાર: આયોજકો ‘અબતક’ના આંગણે

શહેરની ઉત્તર પશ્ર્ચિમ ભાગોળે જામનગર હાઈવે નવા ક્રિકેટ સ્ટેડિયમ ખંઢેરી સામે આવેલી શ્રીજી ગૌશાળા એમાં નિવાસ ક્રતી ૧૮૦૦ થી વધુ ગૌમાતાઓનાં ધીંગા સમૂહ અને નૈસર્ગીક છટાઓથી વિસ્તરેલા વિરાટ સંકુલને લઈને પ્રત્યેક ગોપ્રેમીને હૈયે વસેલું ગૌતિર્થ છે. સંસ્થામં નિષ્ઠ અને ભાવપૂર્વક થતુ ગૌસેવા અને ગોપાલન સાથે દેશ વિદેશના લાખો દર્દીઓને નિ:શુલ્ક અપાતી ગૌમૂત્ર ચિકિત્સાનો ચમત્કારીક આરોગ્ય લાભ અને નિત્ય ઉપયોગી ગૌસત્વ (પંચગવ્ય) આધારીત ગૃહ ઉત્પાદનોના નિર્માણ અને વિતરણ દ્વારા ગૌશાળાઓને સ્વાવલંબન તરફ પ્રેરીત કરતાં વિવિધ પ્રયાસો શ્રીજી ગૌશાળાને વિશ્ર્વભરમાં અનેરી ઓળખ અપાવે છે. વળી વર્ષોમાં સંસ્થાના ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક પ્રયાસોથી સિધ્ધિ ગૌવરદાન અબેકટેરીયા ડબલ પ્લસ જૈવીક ખાતર નિર્માણની સિધ્ધિ દ્વારા સૌરાષ્ટ્રના ગામડે ગામડે ગૌ આધારીત જૈવીક ખેતીના વિસ્તાર માટેની મુહીમ અને ફળ ફુલ શાકભાજી, અનાજ કઠોળ તેલીબીયા જેવા વિવિધ પાકોમાં વિપુલ ઉત્પાદકતાના અનેક દ્રષ્ટાંતો દ્વારા ગામડાના પ્રત્યેક ઘરોમાં ગાય બંધાઈને એનું સર્વાંગી પોષણ અને હરીત ક્રાંતીરાષ્ટ્રભરનાં નાગરીકો માટે સુલભ બને એવા બહુમુખ મંત્રો ધરાવતી આ શ્રીજી ગૌશાળા દ્વારા ઉપરોકત મંત્રને ઘરઘર પહોચતો કરવા આગામી તા.૨૧ થી ૨૭ ડિસે. દરમ્યાન ગૌશાળાના જ પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામા આવ્યું છે. ૧૦૮ પોથીજી સાથે સેંકડો પરિવારોને જોડતા અને વિરાટ ગૌમહાત્મ્ય કથાને કેન્દ્રસ્થ શ્રીમદ્ ભાગવત સત્રમાં જેમની વિદ્વતા અને રસપ્રચુર સંગીતમય શૈલીને લઈને વિશ્ર્વભરમાં લાખો શ્રોતાઓ અભિભૂત છે. એવા કડી અમદાવાદ, સુરતના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રી શ્રી દર્શનકુમારજી નિત્ય બપોરે ૩.૩૦ વાગ્યાથી કથા રસપાન કરાવશે.

આ કથા સત્રમાં શ્રોતાઓને ગૌશાળાએ લાવવા લઈ જવા શહેરના ૪ મુખ્ય સ્થળોએથી બસોની ખાસ વ્યવસ્થા કથા સમિતિ દ્વારા કરવામાં આવી છે. કથા ઉપરાંત રોજ રાત્રે હજારો શ્રોતા ભકતજનો માટે મહાપ્રસાદ (ભોજન)ની પણ ઉતમ વ્યવસ્થા આયોજીત કરવામાં આવી છે.

પાંચ હજારથી પણ વધુ શ્રોતાજનોને સમાવિષ્ટ કરંતુ વિરાટ ડોમ (મંડપ)માં ત્રણ સ્તરની સુવિધા યુકત બેઠક વ્યવસ્થા વિરાટ પાર્કિગં જલપાન, ચા પાણી સહિત બુટ ચંપ્પલ, સ્ટોલ સાથે ૧૦૮ પોથીજીનાં યજમાનોને રોજે રોજ પૂજનની દિવ્ય વ્યવસ્થા આપતા ભુદેવોની ઉપસ્થિતિ સહિત અનેકો સમિતિઓની રચનાઓ સાથે શ્રીજી ગૌશાળા સંકુલ ખાતે તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચૂકયો છે. સેવામાં સંમિલીત થવા ભાવુનોને જાહેર અપીલ કરવામાં આવે છે.

કથા પ્રસંગોને અનુ‚પ રોજે રોજ ઉત્સવોની સાથોસાથ સમાંતર મંડપમાં શ્રી ઠાકોરજીના વિવિધ મનોરથ દર્શનો લ્હાવો પ્રાપ્ત કરાવતા આ કથા સત્ર દરમ્યાન રાત્રે ડાયરો હસાયરો, સંતવાણી ભકિત સંધ્યા જેવા ર્કાક્રમ પણ આયોજીત કરવામાં આવી રહ્યા છે. તા.૨૩ ને શનિવારની રાત્રીએ હસાયરો અને તા.૨૬ને મંગળવારની રાત્રીનાં આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભજનરત્ન જેમની ભજન રસ ધારામાં શ્રોતાઓ ગદગદ થઈ ભકિતથી તરબોળ બને છે. એવા નિરંજન પંડયાની સંતવાણી રાત્રે ૧૦ વાગ્યે આયોજત કરવામાં આવી છે.

તા.૨૪.૧૨ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ દરમ્યાન ગૌશાળા ખાતે ગૌ આધારીત જૈવિક ખેતી અંગે એક માર્ગદર્શક શિબીરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.જેમાં અનેક તજજ્ઞો ઉપસ્થિત રહી ઓર્ગેનીક ખેતી અંગે માર્ગદર્શન સાથે અનેકો ખેડુતોને એમની જૈવિક ખેતીની ઉપલબ્ધી માટે સન્માનીત કરવામાં આવનાર છે. જેથી ખેડુત મિત્રો તેમજ પશુપાલકોને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ કરવામાં આવ્યું છે.

ત્રણ મુખ્ય યજમાન શ્રેષ્ઠીઓનાં સહયોગથી આયોજીત થવા જઈ રહેલા આ શ્રીમદ્ ભાગવત સત્સંગમાં ૧૦૮ પોથીજીનાં થનારા આયોજનમાં યજમાન મનોરથી થવા ઈચ્છુક પરિવારો તેમજ કથામાં વિવિધસેવા પ્રવૃત્તિઓમાં સાતેય દિવસ જોડાવા ઈચ્છુક ભાવુકોને સંસ્થાના કાર્યકરોનો સંપર્ક કરવા જણાવાયું છે. પ્રભુદાસભાઈ તન્ના મો. ૯૮૨૫૪ ૧૮૯૦૦, ચંદુભાઈ રાયચૂરા મો. ૯૮૯૮૨ ૪૧૧૯૦, રમેશભાઈ ઠકકર મો. ૯૯૦૯૯ ૭૧૧૧૬, ભુપેન્દ્રભાઈ છાટબાર મો. ૯૩૭૬૭ ૩૩૦૩૩ આયોજન માટે પ્રભુદાસ તન્ના, જયંતિભાઈ નગદીયા, રમેશભાઈ ઠકકર, ભુપેન્દ્રભાઈ છાટબાર, ચંદુભાઈ રાયચૂરા, દિનેશભાઈ ધામેચા, અમુભાઈ પટેલ, અશોકભાઈ રાયચૂરા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.