Abtak Media Google News

રામજી મંદિર, કોઠારિયા રોડથી સવારે ૯ વાગ્યે યાત્રા પ્રસ્થાન

ડો. પ્રવિણભાઈ તોગડીયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યુવા પાંખ રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ મહાનગર દ્વારા તા.૧૪ શ્રી રામનવમી નિમિતે શ્રી રામજન્મોત્સવ યાત્રાનું ભવ્યા આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભગવાન શ્રી રામનો મુખ્ય ફલોટ સાથે ઓજસ્વીનીના બહેનો દ્વારા શ્રી રામ દરબારનો જીવંત ફલોટ સાથેક ભવ્ય પદયાત્રાનાં સ્વ‚પમાં શ્રી રામ જન્મોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

યાત્રામાં ધુનમંડળો સામાજીક સંસ્થાઓ વિવિધ સમાજના આગેવાનો જોડાશે. શ્રી રામ જન્મોત્સવ યાત્રા તા.૧૪ને રવિવારે સવારે ૯ કલાકે શ્રી રામજી મંદિર ૩ જુના ગણેશનગર કોઠારીયા રોડ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. અને વોર્ડ નં.૧૮ના વિવિધ વિસ્તારોમાં ફરી શ્રી રણુજા મંદિર કોઠારીયા રોડ ખાતે બપોરે ૧૨ કલાકે પૂર્ણ થશે જયા ભગવાન શ્રી રામના અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણના સંકલ્પ સાથે મહાઆરતી કરવામાં આવશે.

શ્રી રામ જન્મોત્સવ યાત્રાનું માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રપ્રાંત મંત્રી જેન્તીભાઈ પટેલ રાજકોટ અધ્યક્ષ છગનભાઈ પટોળીયા કા. અધ્યક્ષ ચંદુભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગદળ પ્રમુખ દિલીપભાઈ સોલંકીની આગેવાનીમાં દાનાભાઈ આહિર શૈલેન્દ્રભાઈ ટાંક કરણભાઈ હેરમા સંદિપભાઈ પરમાર અશોકભાઈ હરસોરા, ભાવિનભાઈ સોની નયનભાઈ સુચક, શિવદતભાઈ ધ્રુવ, મનોજભાઈ પરમાર, નૈમિષ હૈરમા નિકુંજભાઈ હ્રમા, પ્રફુલભાઈ ચાંગાણી, કશ્યપભાઈ પટેલ ભુપતભાઈ ભરવાડ, હિરાભાઈ ખિહોર, વિજયભાઈ સુસરા, સુભાષભાઈ ચંદારાણા, પ્રભાતભાઈ આહિર મેરામભાઈ રાઠોડ, જયવિરસિંહ જાડેજા, રામભાઈ ડાંગર, મનીષભાઈ બોરીચા, ચંદુભાઈ ડાંગર, રમેશભાઈ ડાંગર, લાલાભાઈ ડાંગર, જયદીપભાઈ પટેલ અશ્ર્વીનભાઈ ગોહેલ વગેરે સંભાળી રહ્યા છે. તેમની સાથે ઓજસ્વીનીનાં બહેનો દિવ્યાબેન ટાંક ક્રિશ્ર્નાબેન પીઠડીયા, શિલ્પાબેન નથવાણી દેવાંશીબેન ટાંક, માધવીબેન હરસોરા, સરલાબેન ત્રિવેદી સુમિતાબેન હરમા કાજલબેન ટંકારીયા વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે.આ તકે રાજકોટ મહાનગર મંત્રી મહેન્દ્રભાઈ તલાટીયા દ્વારા સમગ્ર હિન્દુ તસમાજને શ્રી રામ જન્મોત્સવ યાત્રામાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.